SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું પરિપૂર્ણ પોષધવ્રત જ્ઞાનાદિ ત્રિરત્ન રૂપ ધર્મનું પોષક અને નિજગુણોમાં રમણ કરાવી આત્યંતર સંયમથી આત્માને પોષનાર તેમજ છકાય જીવના રક્ષણ દ્વારા બાહ્યસંયમથી આત્માનું પોષણ કરે તે પૌષધદ્રત. તેને ધારણ કરવાની વિધિ, જે દિવસે પૌષધ કરવાનો હોય તેના આગલા દિવસે અને મત્ત ૨ બોય ' અર્થાત્ એક વખત ઉપરાંત ભોજન કરે નહિ, અહોરાત્રિ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે. બીજે દિવસે પ્રાતઃકાળમાં પૌષધશાળા, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનમાં અથવા ઘરના એકાંત સ્થાનમાં જ્યાં ગૃહકાર્ય દૃષ્ટિગોચર ન થતું હોય, જ્યાં ધાન્ય, કાચું પાણી, વનસ્પતિ તથા કીડી વગેરેના દર ન હોય, તથા જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસક રહેતા ન હોય એવા પ્રકાશિત સ્થાનમાં એક મુહૂર્ત રાત્રિ બાકી હોય ત્યારે રાત્રિ પ્રતિક્રમણ કરે, પછી અંડિલ જવું વગેરે કાર્ય પૂર્ણ કરી સૂર્યોદય થતાં જ ઓઢવા, પાથરવાના વસ્ત્રોની પ્રતિલેખના કરે. પછી રજોહરણથી ભૂમિ પ્રમાર્જન કરે, જેથી કીડી વગેરે જંતુ પ્રવેશ કરવા ન પામે. આ પ્રમાણે આસન જમાવી, મુખે મુહપત્તી બાંધી, વિધિપૂર્વક પૌષધવ્રત અંગીકાર કરે. પૌષધમાં ચારે આહારનો ત્યાગ, તમામ સાવદ્ય ક્રિયાનો ત્યાગ, પ્રથમ વ્રતની જેમ બે કરણ અને ત્રણ યોગે પ્રત્યાખ્યાન કરે. દિવસ રાત સમય દરમ્યાન વ્યાખ્યાન શ્રવણ, પઠન પાઠન, જ્ઞાન, ધ્યાન, પરિપટ્ટણા, નામસ્મરણ ધર્મકથા આદિ ધર્મધ્યાનમાં વ્યતિત કરે. પૌષધવ્રતમાં વિના કારણે સુવું નહિ, દિવસના ચોથા પહોરમાં પોતાના વાપરવાના વસ્ત્રો, રજોહરણ આદિની પ્રતિલેખન કરે. લઘુનીત પરઠવાના સ્થળની પ્રતિલેખન કરે. સાંજે પ્રતિક્રમણ કરે. પહોર રાત્રિ વીતે ત્યાં સુધી ધર્મધ્યાન કરે. પછી નિદ્રા લેવાની જરૂર હોય તો ભૂમિ અને બિછાનાની - રજોહરણથી પ્રાર્થના કરે. ધ્યાન સ્મરણ કરીને પછી હાથ-પગને લાંબા-ટૂંકા ન કરતા નિદ્રા લે. નિદ્રામાંથી પહોર બાકી રહે ત્યારે જાગૃત થઇ ઇરિયાવહી અને ૪ લોગસ્સનો કાઉસગ્ગ કરે. પછી પ્રગટ લોગસ્સ બોલે પછી પહેલું શ્રી જૈન તત્વ સાર ૩૭૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy