________________
મોટા ઉપકારના કામ માટે જવું પડે તો વ્રત ભંગ થાય નહિ. મર્યાદા બહાર ગયા બાદ બને ત્યાં સુધી હિંસાદિ ૫ આશ્રવ સેવવા નહિ.
૧૭ નિયમ | ૧૦માં વ્રતનું સહેલાઇથી સમાચરણ કરવા માટે નીચેના ૧૭ નિયમો બતાવેલા છે.
(૧) સચિત્ત - સજીવ વસ્તુ જેવી કે નિમક આદિ, કાચી માટી, નળ, કૂવા, વાવ, તળાવ આદિના પાણી, ચૂલા, સંગજી, બીડી, હુક્કા, દીપક આદિ અગ્નિ, પંખા, ઝુલા, વાજિંત્રો આદિ વાયુ, ફળ, ફૂલ આદિ કાચી વનસ્પતિ, કાચું ધાન્ય એવા આદિ સજીવ વસ્તુ, (૨) દ્રવ્ય : ખાવા, પીવાના કે સુંઘવાના પદાર્થો, (૩) વિગય - ઘી, દૂધ, મીઠાઈ તથા તળેલી વસ્તુ આ વિગતમાંથી એકાદ તો અવશ્ય છોડવી જોઈએ, (૪) પન્ની : પગરખાં, મોજા, ચાખડી આદિ પગમાં પહેરવાની વસ્તુ, (૫) તંબોલ : સોપારી, લવીંગ, એલચી, ચુરણ વગેરે, (૬) કુસુમ : તમાકુ, અત્તર, પુષ્પાદિ સુંઘવાની વસ્તુ (૭) વલ્ય : પહેરવા, ઓઢવાના વસ્ત્રો, (૮) સયણ : પલંગ, ગાદી, શેતરંજી આદિ બિછાના, (૯) વાહન ઘોડા, બળદ, ગાડી, ટાંગા, રેલ, મોટર, સાયકલ, જહાજ, વિમાન આદિ સવારી, (૧૦) વિલવણ તેલ, પીઠી, કેસર, ચંદન ઇત્યાદિ, (૧૧) અખંભ સ્ત્રી પુરુષથી કુશીલ સેવવાની (૧૨) દિશા - પૂર્વાદિ છ દિશામાં ગમનાગમન કરવાનું (૧૩) નાવણ ધોવણ : નાનાંમોટા સ્નાનનાં તથા વસ્ત્રાદિ ધોવાના, (૧૪) ભત્તેસુ : ખાવા પીવાની બધી વસ્તુના સામાન્ય વજનનું પરિમાણ, (૧૫) અસિ : પંચેન્દ્રિયની ઘાત થાય તેવા તલવાર આદિ શસ્ત્રોનો ત્યાગ અને ચાકુ, છરી વગેરેની મર્યાદા (૧૬) મસિ : ખડિયો, કાગળ, કલમ, ચોપડા તથા ઝવેરાત, કપડાં, કરિયાણા, વ્યાજ આદિ વેપાર, (૧૭) કૃષિ : ખેતર, બગીચા, વાડી વગેરે.
આ ૧૭ પ્રકારનાં નિયમો કેટલાકમાં સંખ્યાનું અને કેટલાકમાં વજનનું પરિમાણ કરવાનું હોય છે. પરિમાણથી અધિક વસ્તુ ભોગવવાનાં પચ્ચખાણ એક કરણ અને ત્રણ યોગથી કરે, મન, વચન, કાયાથી સ્વયં ભોગવે નહિ. કુટુંબાદિનું પાલન પોષણ કરવાને જે જે ભોજનાદિનો આરંભ કરવો પડે. વસ્ત્રાદિ દેવા પડે તેનો આગાર છે. સવારે ધારેલા નિયમો સંધ્યા સમયે યાદ કરી લે. ભૂલથી કોઈ વસ્તુ અધિક ભોગવાઈ ગઈ હોય તે મિથ્યા દુષ્કૃત્ય કરે. ઉક્ત ૧૭ નિયમોનું વર્ણન સાતમાં વ્રતમાં થઈ ગયું છે.
૩૭૨
શ્રાવક ધર્મ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org