________________
જેટલા કાળમાં એક સમય પણ શુદ્ધ પરિણામ નહિ આવે? શુદ્ધ સામાયિક કરવાના ઉદ્યમીને એક સમય તો શું પણ વિશેષ કાળ સુધી પરિણામ શુદ્ધ રહી શકે છે. આવો વિશ્વાસ રાખીને બને તેટલા સામાયિક અવશ્ય કરવા જોઈએ.
સામાયિક વ્રત એ સંયમ ધર્મની વાનગી છે. સંયમ જાવજીવનો હોવાથી સંયમી સાધુજી શાસ્ત્ર વિધિ પ્રમાણે ખાન, પાન, શયનાદિ કરી શકે છે અને ગૃહસ્થનું સામાયિક સ્વલ્પ કાળનું હોવાથી તેઓ ખાન, પાન, શયન આદિ કરી શકતા નથી.
સામાયિકનું ફળ
दिवस दिवस लक्खं, देई सुवणस्स खंडियं एगो। इयरो पुण्ण सामाइयं, न पहुप्पहो तस्स कोई ॥
(સંબોધ સિત્તરી) અર્થઃ નિત્ય પ્રતિ લાખ ખાંડી સોનાનું લાખ વર્ષ પર્યત કોઈ દાન દે તેનું પુણ્ય તે એક સામાયિક વ્રતનાં ફળની બરાબરી કરી શકે નહિ. કારણ કે તે દાન તો પુણ્ય વૃદ્ધિનું કારણ છે તેથી ભવિષ્યમાં સુખ સંપદાની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ સામાયિક તો ભવ ભ્રમણથી છોડાવી મોક્ષને અનંત સુખને આપનારું છે. કહ્યું છે કે –
લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દે દાન
તોય સામાયિક તુલ્યના, ભાખે શ્રી ભગવાન” गाथा : सामाइयं कुणतो समभावं, सावओ धडीय दुग्गं ।
आउ सुरस्स बंधइ, इति अगिताई पलियाइं ॥१॥ वाणवई तोडिओ, लक्ख गुणसट्ठी सहस्स पणवीसं। नवसीए पणवीसाए, सत्तिय अडभाग पलियस्स ॥२॥
(પુણ્ય પ્રમાણ) અર્થ : જે શ્રાવક સમભાવથી બે ઘડી (૪૮ મીનીટ) નું એક સામાયિક યથા વિધિ કરશે તે ૯૨, ૧૯, ૨૫, ૯૨૫ (બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર, નવસો પચ્ચીસ અને એક પલ્યોપમના ૮ ભાગ કરીએ તેમના ૩ ભાગ) દેવગતિનું આયુષ્ય બાંધશે.
૭૦[
શ્રાવક ધર્મ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org