SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સમાઈયસ્સ સઇ અકરણયાએ : નિદ્રા, મૂચ્છ, ચિત્તભ્રમ આદિ કારણથી સામાયિકના કાળમાં સંશય ઉત્પન્ન થાય કે સમય પૂરો થયો કે નહિ? તો જ્યા સુધી એ સંશયનું નિરાકરણ ન થાય, સમય પુરો થયાનો નિશ્ચય ન થાય અને સામાયિક પાળે તો અતિચાર લાગે. જેવું જોઈએ તેવું બરાબર વ્રત ન થયું હોય તો અતિચાર. (૫) સામાઈયસ્સ અણવઠ્ઠિયસ્સ કરણયાએ : સામાયિક અવસ્થિતપણે કર્યું હોય, નિંદા, વિકથા આદિ પ્રપંચમાં પડીને સામાયિકનો કાળ વ્યર્થ ગુમાવે. ઉપરોક્ત ૫ અતિચાર રહિત શુદ્ધ સામાયિક સમાચરવાથી નવમા વ્રતનું આરાધન થાય છે. પ્રશ્ન : આ કાળમાં આવું શુદ્ધ સામાયિક થવું મુશ્કેલ છે તેથી અશુદ્ધ સામાયિક કરવા કરતા ન જ કરીએ તો શું? સમાધાન આ કથન તો એવું થયું કે ખાવો તો પકવાન જ ખાવો, નહિતર ભૂખે મરવું, પહેરું તો રત્ન કંબલ જ પહેરું નહિ તો નગ્ન ફરવું, આવા વિચાર વાળા વણમોતે મરશે. પરંતુ પકવાન ખાવાની ઇચ્છા મનમાં હોવા છતાં જ્યાં સુધી પકવાન ન મળે ત્યાં સુધી રોટલા રોટલીથી કામ ચલાવશે અને પકવાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા રહેશે તો વખત આવ્યે પકવાન પણ પ્રાપ્ત કરી શકશે. આવી જ રીતે ઉતરતા કાળને કારણે સંઘયણની હીનતાને લીધે તથા પ્રમાદ આદિના કારણેથી કદાચિત્ શુદ્ધ સામાયિક ન બની શકે તો જેવું બને તેવું કરે, દોષ લાગી જાય તેનો પશ્ચાત્તાપ કરે અને શુદ્ધ કરવાનો ઉદ્યમ જારી રાખે તો કોઈક વખતે શુદ્ધ સામાયિક પણ કરી શકશે. જેટલી સાકર નાખશો તેટલી મીઠાશ જરૂર આવશે. યાદ રાખવું કે, કોઈ પણ કામ એકદમ સુધરી જવું મુશ્કેલ છે. વિદ્યા પ્રાપ્ત કરવી તે દુષ્કર છે એમ જાણી કોઈ ભણવું જ છોડી દે તો તે મૂર્ખ ગણાય. અથવા પ્રથમ છાપેલા અક્ષર જેવા સુંદર અક્ષર ન થવાથી કોઈ ભણવું જ છોડી દે તો તે મૂઢ જ ગણાય. પછી તેને સુધારવાની આશા આકાશકુસુમવત્ છે. પઢતા પંડિત નીપજે, લખતાં લહીયો થાય' એ ન્યાયે હંમેશા સામાયિક કરતા કરતા કોઈ વખતે શુદ્ધ સામાયિક પણ બની જશે. એક સમયે માત્ર પણ સમભાવ આવી જાય તો તે નિશ્ચય સામાયિક થઈ જાય છે. તો શું એક મૂહુર્ત , , , શ્રી જૈન તત્વ સાર સાર ૩૬૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy