________________
(૨) વય દુપ્પણિહાણે : વચન માઠું પ્રવર્તાવે, ખરાબ વચન બોલે, ઘણું બોલવાથી સમજમાં સાવદ્ય વચન બોલાય જાય છે. માટે સામાયિકમાં વિના પ્રયોજન બોલવું નહિ અને પ્રયોજન હોય તો નીચેના ૧૦ દોષ ટાળીને બોલવું.
(૧) કુવચન દોષ : સામાયિકમાં કુવચન બોલે, (૨) સહસ્સાકાર દોષ : વિચાર્યા વગર બોલે, (૩) સ્નેહ દોષ : સામાયિકમાં રાગ ઉત્પન્ન કરનારા સંસાર સંબંધી ગાયન ગાય, (૪) સંક્ષેપ દોષ : સામાયિકના પાઠ અને વાક્યો ટૂંકી રીતે બોલે, (૫) કલહ દોષ : કલહકારી વચન બોલે, (૬) વિકથા દોષ : સ્ત્રીકથા વગેરે ૪ વિકથા કરે, (૭) હાસ્ય દોષ : કોઈની હાસ્ય મશ્કરી કરે, (૮) અશુદ્ધિ દોષ ઃ સૂત્ર પાઠ ન્યુનાધિક કે અશુદ્ધ બોલે, (૯) નિરપેક્ષ દોષ : સામાયિકમાં ઉપયોગ વિના બોલે, (૧૦) મુમ્મણ દોષ ઃ સ્પષ્ટ ઉચ્ચાર ન કરતા ગુણ ગુણ કરતા વિના અવાજ થી બોલે.
:
(૩) કાય દુપ્પણિહાણે શરીરની અધિક ચપળતા કરવાથી દોષ લાગે છે. માટે સામાયિકમાં પ્રયોજન વિના હલન ચલન કરવું નહિ અને કાયાના ૧૨ દોષ વર્જીને સામાયિક કરવું.
(૧) કુઆસન દોષ : સામાયિકમાં અયોગ્ય આસનથી બેસે, (૨) ચલાસન દોષ : સામાયિકમાં સ્થિર આસન ન રાખે, આસન બદલે ચપળતા કરે, (૩) ચલદૃષ્ટિ દોષ : સામાયિકમાં સ્થિર દૃષ્ટિ ન રાખતાં જ્યાં ત્યાં નજર ફેરવે, (૪) સાવદ્ય ક્રિયા દોષ : સામાયિકમાં કોઈ પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે, (૫) આલંબન દોષ : સામાયિકમાં ભીંતાદિકનું ઓઠીંગણ લે, (૬) આકુંચન પ્રસારણ દોષ : સામાયિકમાં વિના પ્રયોજને હાથ પગ લાંબા ટૂંકા કરે, (૭) આલસ્ય દોષ : સામાયિકમાં અંગ મરોડે, બગાસા ખાય, (૮) મોટન દોષ : હાથ પગના ટચાકા ફોડે, (૯) મલ દોષ : સામાયિકમાં મેલ ઉતારે, (૧૦) વિમાસણ દોષ : લમણે કે ગાલે હાથ રાખી શોકાસને બેસે, પૂંજ્યા વિના ખણે, પૂંજ્યા વિના હાલે ચાલે, (૧૧) નિદ્રા દોષ : સામાયિકમાં નિદ્રા લે, (૧૨) વસ્ત્ર સંકોચન દોષ : સામાયિકમાં ટાઢ પ્રમુખની બીકથી વસ્ત્ર સંકોચે તે. ઉપર કહેલા કાયાના ૧૨ દોષ છોડીને સામાયિક કરવું
આમ ૩ર દોષ રહિત સામાયિક વ્રતનું પાલન કરવાથી શુદ્ધ સામાયિક
થાય છે.
|૩૬૮|
Jain Education International
શ્રાવક ધર્મ અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org