________________
અંગરખું, દાગીના 5 વગેરે તેટલા માટે તેનું પ્રતિલેખન કરી નિર્જીવ પ્રાસુક ભૂમિકાને ગુચ્છા કે પોંજણીથી પોંજી પ્રમાજી એક આસન પાથરણું) ઊન, સૂતર, કે શણનું બિછાવે, તેમજ ૮ પડવાળી મુહપત્તી 3 પડીલેહીને (બારીકાઈ થી નજરે જોઈને) મુખ પર બાંધે. વિધિ સહિત સામાયિક બે ઘડીથી બાંધે.
નવમાં વ્રતના પાંચ અતિચાર
(૧) “મણ દુપ્પણિહાણે” : મનમાં ખરાબ વિચાર કરે તો અતિચાર લાગે, જંગલી ઘોડાની જેમ મન સન્માર્ગ છોડી ઉન્માર્ગે દોડી જાય છે. એટલા માટે જ્ઞાનરૂપ લગામ મનરૂપ ઘોડાને કાબૂમાં રાખી સન્માર્ગે પ્રવર્તાવવો. તે સામાયિકધારી શ્રાવકનું કર્તવ્ય છે.
મનનાં ૧૦ દોષ (૧) અવિવેક દોષ : વિવેક વિના સામાયિક કરે તે, (૨) યશોવાંછા દોષ યશ કીર્તિ અર્થે કરે તે, (૩) લાભવાંછા દોષ : ધનાદિ લોભની ઇચ્છાથી કરે તે, (૪) ગર્વદોષ: મારા જેવું શુદ્ધ સામાયિક કોણ કરી શકે? તે, (૫) ભય દોષ : કોઈ વ્યક્તિ કે નિંદાના ભયથી દોષ કરે તે, (૬) નિદાન દોષ : સામાયિક કરીને તેનું ફળ ધન, સ્ત્રી આદિ ઇચ્છે તે, (૭) સંશય દોષ : સામાયિકનું ફળ હશે કે નહિ એવો સંદેહ આણે તે, (૮) કષાય દોષ : સામાયિકમાં ક્રોધ, માન, માયા, લોભ કરે તે, (૯) અવિનય દોષ : બહુમાનથી ભક્તિપૂર્વક સામાયિક ન કરે તે.
આ ૧૦ પ્રકારના દોષ ટાળીને સામાયિક કરવું.
= ઉપાસક દશાંગ સૂત્રમાં કુંડકોલિક શ્રાવકે સામાયિક કર્યું હતું ત્યારે નામાંકિત મુદ્રિકા (વીટી) દૂર રાખી હતી. આથી એ સમજાય છે કે સામાયિકમાં અંગ ઉપર કોઈ પ્રકારનો દાગીનો રાખવો ન જોઈએ.
एगवीसंगुलायाय, सोलसंगुल विच्छिणो।
चउककार संजुयाय, मुहपत्ति एरिसा होई ॥ અર્થ : એકવીસ અંગૂલ લાંબા અને સોળ અંગૂલ પહોળા વસ્ત્ર ખંડના આઠ પડ કરીને તેના મધ્યમાં દોરો બાંધીને મુખ પર બાંધે તેને મુહપત્તી કહેવાય છે.
શ્રી જૈન તત્ત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org