________________
થઈ ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષના સુખો પ્રાપ્ત કરી શકે. ઉપરોક્ત ૫ અણુવ્રત અને ૩ ગુણવ્રત એ ૮ વ્રત જાવજ્જીવ ધારણ કરી શકાય છે.
૪ શિક્ષાવ્રત
(૧) જેવી રીતે રત્નાદિ મૂલ્યવાન પદાર્થ કોઈને સોંપીને આપણે એવી શિખામણ આપીએ છીએ કે આને રૂડી રીતે સાચવજો ગુમાવશો નહીં. તેવી જ રીતે ઉક્ત ૮ વ્રતાચરણ રૂપ રત્નની પ્રાપ્તિ કરનાર જીવોને નીચે જણાવેલા ૪ વ્રતોમાં પ્રવૃત્તિ કરવાથી ભૂતકાળમાં લાગેલા પાપોની સમજ અને ભવિષ્યમાં નિર્દોષ રહેવાની સાવધાની રૂપ શિક્ષા (શિક્ષણ) પ્રાપ્ત થાય છે. આથી તે શિક્ષાવ્રત કહેવાય છે.
(૨) જેમ પાઠક શિક્ષકની ઉપાસના કરી વિદ્યાપાત્ર બની સંસારની સુખી થાય છે તેવી જ રીતે નિમ્નોક્ત ચારે શિક્ષાવ્રતો અંગીકાર કરનાર જીવો ૮ વ્રતોનું વારંવાર સ્મરણ ચિંતન આદિ કરી તેનો સુખથી નિર્વાહ થઈ શકે તે પ્રકારનું આત્મ બળ પ્રાપ્ત કરે તે છે તે કારણે પણ તે શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષાવ્રત આત્મભાવમાં દાખલ થવાનો અભ્યાસ કરાવે છે. અનુભવ જ્ઞાન સ્વાનુભૂતિ શીખવે છે.
નવમું સામાયિક વ્રત
જીવાજીવ સર્વ પદાર્થો પર તથા શત્રુ મિત્ર પર જ્યારે સમભાવ થવા રૂપ લાભની પ્રાપ્તિ થાય ત્યારે તે નિશ્ચય સામાયિક છે કહેવાય. સામાયિક કરતી વખતે સંસારના સર્વે કાર્યોથી નિવૃત્તિભાવ ધારણ કરી પૃથ્વી, પાણી, અગ્નિ, ફળ, પુષ્પ, ધાન્યાદિ, સ્થાનકાદિમાં સાંસારિક સ્વરૂપના દર્શક પાઘડી,
∞ સમ = સમભાવ, આય = લાભ, ઇક - વાળું - જેનાથી સમભાવનો લાભ થાય તે સામાયિક અથવા જેમાં આત્માનો શાંત રસ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપનો લાભ થાય તે સામાયિક.
|૩૬૬|
Jain Education International
શ્રાવક ધર્મ અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org