________________
(૧૦) કેશવાણિજ્ય : મનુષ્ય, પશુ, પક્ષીના વાળ કે પીંછાની બનેલી વસ્તુ , જેવી કે ધાબળાં, સાલ, ઉનનાં વસ્ત્રો, મોજા, ટોપી, તથા ચમરીગાયના વાવના બનેલાં ચામર આદિ વેચે તથા મનુષ્ય, પશુ, પક્ષીને વેંચતા તે પણ કેશ વાણિજ્યમાં ગણાય છે.
(૧૧) યંત્ર પિલન કર્મ : તલ વગેરે પિલવાની વાણી, કપાસ લોઢવાનાં ચરખા, શેરડી પીલવાના ચિચોડા, જિન = મિલ, ચક્કી વગેરે વેંચે અથવા તેના ચક્ર પટ્ટા, પુલી, ખીલા આદિ સામાન વેંચે તે યંત્ર પિલન કર્મ જાણવું
(૧૨) નિલંછન કર્મ : બળદ, ઘોડા, આદિ પશુઓને ખસી કરે (ગુહ્યાંગનું છેદન
કરે) કાન, નાક, શીંગ કે પૂછડાંનું છેદન કરે, મનુષ્યને નાજર n બનાવે છે. આ બધા નિલંછન કર્મ છે.
(૧૩) દવાગ્નિ દાપન કર્મ : જંગલ, ખેતર, બાગ, બગીચા આદિમાંથી કચરો ઘાસ વગેરે સાફ કરવા માટે આગ છે લગાડે.
(૧૪) સરદ્રહ તલાવ શોષણ કર્મ : તલાવ, દ્રહ (કુંડ), કૂવા, નદી નાળા, વાવ
3 ટોપી, આદિ પર પક્ષીઓનાં પીંછા લગાડવા માટે હિંસક લોકો જીવતા પક્ષીઓની પાંખો ઉખેડી લે છે તે બિચારા તરફડી તરફડીને મરી જાય છે.
- A કપાસમાં જીવડા બહું હોય છે તે ચરખાના રોલમાં પિલાયને મરી જાય છે. તેમજ મિલ તો મહાઆરંભનું સ્થાન છે તેમાં તો વખત પર મનુષ્ય જેવા પણ અકસ્માતથી મરી જાય છે.
- બિચારા પરાધિન પડેલા અનાથ પશુઓના ગુપ્ત અંગોનું છેદન કરતી વખતે કેટલાક પશુ તો અકાળે મૃત્યુ પામે છે, ખૂબ, ખૂબ અસહ્ય દુઃખો ભોગવે છે. આ કામ ઘણું જ નિર્દય અને નિંદનીય છે.
n રજવાડામાં કેટલાક ઠેકાણે દાસી પુત્રને નાનપણથી જ અંગ ભંગ કરી નામદ બનાવે છે અને પછી તે મોટો થાય ત્યારે રાણીઓનાં રક્ષણાર્થે પહેરેગીર તરીકે તેને રાખે છે. આ લોકોને “નાજર' કહેવામાં આવે છે.
છે જંગલમાં દવ લગાડવાથી એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત ઘણાં જીવો ભસ્મીભૂત બની જાય છે.
શ્રી જૈન તત્ત્વ સાર
૩પ૭
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org