________________
(૬) દંત વાણિજ્ય : ૦ હાથીદાંત, શીંગડા, હાડકાં, જીભ, છીપ વગેરેનો વેપાર કરવો, કરાવવો તે. (૭) લખ વાણિજ્ય : લાખ, ચામડી , ગુંદ, મનસીલ, ધાવડીના ફૂલ, હરતાળ, ગળી, મહુડા, સાજી આદિ ક્ષાર, સાબુ ઇત્યાદિ વસ્તુઓનો વેપાર લખ વાણિજ્યમાં 1 ગણાય (૮) રસ વાણિજ્ય દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, સરબત, મધ, મુરબ્બો, મદિરા વગેરે પ્રવાહી પદાર્થોના વેપારને રસ વાણિજ્ય કહે છે. (૯) વિષ વાણિજ્ય ઝેરી, પ્રાણઘાતક વસ્તુ જેવી કે અફીણ, વચ્છનાગ, સોમલ, ધતૂરો ઇત્યાદિ ઝેરી ઔષદિઓ તેમજ ઉપલક્ષણથી તલવાર, ધનુષ્ય, ચક્ર, ભાલા, બરછી, બંદૂક, તોપ, તમંચા, ચપ્પ, છરી, કટારી જ ઇત્યાદિનો વેપાર પણ વિષ વાણિજ્ય કહેવાય છે.
૦ ઊંડો ખાડો ખોદી તેના ઉપર પાતળા વાંસ બિછાવી તેના ઉપર કાગળની હાથણી ઊભી રાખે છે. તેના ભોગને માટે જંગલી હાથી આવે છે અને ખાડામાં પડી-મૃત્યુ પામે છે. તેના હાડકાંના ચૂડા વગેરે બનાવે છે. સાંભળ્યું છે કે ચૂડા માટે પ્રતિવર્ષ ૯૦,000 હાથીઓને મારી નાખવામાં આવે છે. તેના પાપના ભાગીદાર હાથીદાંતના વાપરનારા બને છે. જૈન જેવી દયાળુ જાતિમાં આવી હલકી પ્રથા છે તેનો નાશ કરવો
જોઈએ.
• મિલોમાં અને જિનમાં ચામડાંનો પુષ્કળ ઉપયોગ થાય છે, વેપારીઓ ચોપડાના પૂઠા પણ ચામડાના રાખે છે. પાકીટ, કમ્મરપટ્ટા, ગાદીઓ, વગેરે ઘણી ચીજોમાં ચામડું વપરાય છે. આથી ચામડું મોંઘુ થયું અને અનાર્ય લોકો દ્રવ્યના લોભે હજારો પશુઓની ઘાત ચામડા માટે કરે છે. તેના પાપનો હિસ્સો ચામડાની વસ્તુઓ વાપરનારને આવે છે. ચામડું અપવિત્ર છે એમ જાણી તેની બનેલી વસ્તુઓ વાપરવી ન જોઈએ.
a વૃક્ષોને છેદી કે ટોંચી તેમાંથી રસ કાઢે છે તેની લાખ બનાવે છે. લાખ આદિમાં અનેક ત્રસ જીવોની હિંસા થાય છે.
2 પ્રવાહી વસ્તુઓમાં વખતે પંચેન્દ્રિય જીવો પડી મરી જાય છે. તથા મીઠાઈમાં કીડી મકોડા આદિ જીવોની ઉત્પત્તિ અધિક થાય છે, તે જીવો પગ નીચે ચંપાય ને મરી જાય છે, તેમજ વસ્તુ વાપરતાં પણ તેમની ઘાત થઈ જાય છે.
શસ્ત્રોથી જેટલી જીવ હિંસા થાય છે. તેના પાપનો હિસ્સો શસ્ત્ર બનાવનારને વેંચનારાને અને વાપરનાર સૌને લાગે છે.
|
૩૫૬
શ્રાવક ધર્મ અધિકાર
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org