SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ જળાશયના પાણી ઉલેચાવે તથા તળાવ આદિની પાળ ફોડી ખેતર, બગીચા વગેરેને પાણી પાવાં છતાં જે માટે નિકો વહેવડાવે તેમજ જળાશય સાફ કરવાને માટે પાણી ઉલેચાવે તે સરદ્રહ તલાવ પરિશોષણ કર્મ. (૧૫) અસતીજન પોષણ કર્મ : અસતીનું પોષણ કરે અર્થાત છોકરીઓને વેંચાતી લઈને દાસીઓનું ખાન, પાન, વસ્ત્રાભૂષણ આદિથી પોષણ કરીને તેમની પાસે વેશ્યાં જેવાં કર્મ કરાવે અને તેનાથી પ્રાપ્ત થયેલા દ્રવ્યને ગ્રહણ કરે, તથા ઊંદર મારવાને બિલાડી પાળે, બિલાડી મારવાને કૂતરાં પાળે ઇત્યાદિ જીવઘાત કરવાની અભિલાષાથી જીવોનું પોષણ કરે, શિકારી બિલાડી, કૂતરા, શકરા આદિનું પોષણ કરીને તેને વેંચે. પોપટ, મેના, કાબર, કબૂતર, મરવા આદિનું પોષણ કરી બેંચે જ ઇત્યાદિ વેપાર કરે છે. દયા કે રક્ષા નિમિત્તે પોષે તો હરકત નહિ. ઉક્ત પંદર કર્માદાન (કર્મબંધન) ના કાર્ય છે. કેમકે આ વેપારમાં ત્રણ જીવોની ઘણી હિંસા થાય છે. આમાંના કેટલાક વેપાર અનર્થકારી અને નિંદનીય શ્રાવકોએ કરવા યોગ્ય નથી. કદાચિત એ વેપારથી આજીવિકા ચાલતી હોય તો તેની મર્યાદા કરવી જોઈએ. કેમકે આનંદજી એ પ00 હળની મર્યાદા રાખી, કડાલજી કુંભાર નિંભાડા પકવીને જ આજીવિકા ચલાવતા હતા. આ પ્રમાણે ૨૦ અતિચાર રહિત સાતમાં વ્રતનું પાલન કરે છે. તેનું મેરુ અસતીઓનો વેપાર એ ઘણું નિર્લજ્જ કર્મ છે, પ્રસંગોપાત તે ગર્ભપાતાદિ મહાદોષનું સ્થાન થઈ પડે છે. કેટલાક “અસઈ જણ પોષણયા પાઠ ફેરવી તેને બદલે અસંજઇ જણ પોષણયા બોલે છે અને કહે છે કે શ્રાવકોએ અસંજઇનું પોષણ ન કરવું જોઈએ. પણ આ પાઠ અને અર્થ શાસ્ત્ર વિરુદ્ધ છે. કેમકે ઉપાસક દશાંગસૂત્રમાં કહ્યું છે કે આનંદાદિ શ્રાવકોને ૪૦,૦૦૦ ગાયો હતી. ભગવતી સૂત્રના તંગીયા નગરીના શ્રાવકોની રિદ્ધિનું વર્ણન કરતા કહ્યું છે કે શ્રાવકોને ત્યાં ગાય, ભેંસ, બકરા આદિ પશુઓ ઘણાં હતા. આ બધા પશુઓ અસંયતિ હોય છે અને શ્રાવકો તેનું પાલન પોષણ કરે છે. કારણ જ પોષણ ન કરે તો પહેલા વ્રતનો પાંચમો અતિચાર “ભત્તપાણ વોટ્ટેએ' લાગે. આવી રીતે જેઓ સૂત્ર પાઠ પલટાવીને ઊલટાં અર્થ કરે છે તેને કર્મનો વજબંધ થાય છે માટે ભ્રમમાં ન પડતાં ઉપર દર્શાવેલો શાસ્ત્રોક્ત અર્થ માનવો જોઈએ અને દયા પાળવા તથા દાન દેવાથી વંચિત રહેવું ન જોઈએ. ઉપરોક્ત ૧૫ કર્માદાનનાં કાર્ય બંને લોકમાં ઘોર દુ:ખ દેનાર છે. એવું જાણી યથાશક્તિ તેનો ત્યાગ કરવો જોઈએ. | [૩૫૮ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy