________________
(૧૦) આભરણવિહિં : ઘરેણાની જાત અને મર્યાદા. (૧૧) ધૂપ વિહિ : ધૂપની જાત અને વજન. (૧૨) પેન્જ વિહિં : દૂધ, રાબડી, સરબત, ચા કોફી, ઉકાળા આદિ પીવાની મર્યાદા. (૧૩) ભમ્મણ વિહિં : પકવાન કે મીઠાઈની જાત. (૧૪) ઓદાણ વિહિં : ચોખા, ખીચડી, થુલી આદિની જાત. (૧૫) સુપ વિહિ : ચણા, મગ, મઠ, અળદ આદિની દાળ તથા ૨૪ પ્રકારના ધાન્ય. (૧૬) વિગય વિહિં : દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર. (૧૭) સાગ વિહિ: મેથી, તાંદલજો, પ્રમુખભાજી તથા તુરીયા, કાકડી, ગલકા, ભીંડો, વાલોળ આદિ શાકની જાત. (૧૮) માહુર વિહિઃ બદામ, પિસ્તા, ચારોળી, દ્રાક્ષ, ખારેક, અંગુર આદિ મેવા તથા કેરી આદિના મુરબ્બા, ગુલકંદ આદિ. (૧૯) જમણ વિહિ : ભોજનમાં જેટલા પદાર્થ ભોગવવામાં આવે તે. (૨૦) પાણી વિહિ : નદી, તળાવ, કૂવા, નળ, નહેર, ભૂંડ અથવા વરસાદનું પાણી તેવી જ રીતે ખારું, મીઠું, મોળું આદિ પાણીની જાત. (૨૧) મુખવાસ વિહિ: પાન, સોપારી, લવીંગ, એલચી, જાયફળ, ચૂર્ણ, ખટાઈ, પાપડ આદિ મુખવાસની જાત. (૨૨) વાહન વિહિં : હાથી, ઘોડા, ઊંટ, બળદ પ્રમુખ ચરતા, ગાડી, બગ્ગી, મોટર, સાયકલ, મ્યાન, પાલખી પ્રમુખ ફરતા. વહાણ, મછવા, હોડી, સ્ટીમર આદિ તરતા, વિમાન ગભારા આદિ ઉડતા ઇત્યાદિ જેટલા સવારીના ઉપયોગમાં આવે તે વાહન. (૨૩) ઉવાણહ વિહિં : પગરખા, ચંપલ, ચાખડી, મોજા વગેરેની જાત. (૨૪) શયણ વિહિં : ખાટલા, પલંગ, પાટ, કોચ, ટેબલ, ખુરશી, બીછાના વગેરેની જાત. (૨૫) સચિત્ત વિહિં : કાચાદાણા, કાચી લીલોતરી, કાચું પાણી, મીઠું ઇત્યાદિ
સચેત વસ્તુ.
શ્રી જૈન તત્ત્વ સાર
૩૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org