________________
-
-
-
-
સાતમે ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત
આહાર : અન્ન, પાણી, પકવાન, શાક, અત્તર, તંબોલાદિ જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે તે ઉપભોગ અને સ્થાન, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી, શયનાસન, વાસણ આદિ જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે તે પરિભોગ”. એ બંને પ્રકારની વસ્તુના મુખ્યત્વે ર૬ પ્રકાર કહ્યાં છે.તેની મર્યાદા શ્રાવક કરે છે. (૧) ઉલ્લણિયા વિંહિ : શરીર સાફ કરવાના કે શોખ નિમિત્તે રૂમાલ, ટુવાલ ની મર્યાદા. (૨) દંતણ વિહિં : દાતણની મર્યાદા. (૩) ફળ વિહિ : કેરી, જાંબુ, નાળીયેર, નારંગી આદિ ફળ ખાવાના તથા માથામાં નાખવાના આમળા વગેરેની મર્યાદા. (૪) અભંગણ વિહિં : અત્તર, તેલ, ફૂલ આદિ શરીરે ચોળવાના તેલોની મર્યાદા. (૫) ઉબૅટ્ટણ વિહિં : શરીરને સ્વચ્છ સતેજ કરવા માટે પીઠી વગેરે ચોળવાની મર્યાદા. (૬) મજ્જણ વિહિ : સ્નાન પાણીની મર્યાદા. (૭)વત્થ વિહિં : વસ્ત્રની 2 જાત અને સંખ્યાનુમાન (૮) વિલેપમ વિહિ: વિલેપન જેવા કે સુખજ, કેશર, અત્તર, અગર, તેલ સેંટ વગેરે ની જાત અને માપ. (૯) પુષ્પ વિહિં : ફૂલની 5 જાત અને સંખ્યા.
2 એક ગજ રેશમ બનાવવામાં ઘણા કિડાની ઘાત થાય છે. રેશમના કિડાએ પોતાના મુખમાંથી લાળ કાઢી પોતાના જ શરીર પર લપેટી હોય છે. તે જો અંગનો કીડો એની મેળે જ યોગ્ય સમયે બહાર નીકળે તો બધા તંત કાપીને નીકળે એટલે તેને ઉનાં ખદબદતાં પાણીમાં નાખી કીડાઓને મારી નાખે છે. અને પછી રેશમ ઉકેલી લે છે,રેશમી વસ્ત્ર પહેરનાર આ પાપનો ભાગીદાર થાય છે, માટે શ્રાવકે રેશમી વસ્ત્રો પહેરવા નહિ.
E ફૂલ અધિક કોમળ હોવાથી તેમાં અનંત જીવો હોય છે. તેમજ તેમાં ત્રણ જીવોનું પણ નિવાસ સ્થાન હોય છે. તેનું છેદન ભેદન કરવાથી સ્ત્ર જીવોની હિંસા થઈ જાય છે. કેટલાક અજ્ઞ જીવો દેવને ફૂલ ચડાવવામાં ધર્મ માને છે. શ્રાવકે આમ કરવું ઉચિત નથી.
નાગરવેલના પાન સદેવ પાણીમાં ભીંજાયેલા રહેતા હોવાથી તેમાં તેવા જ રંગના ત્રસ જીવો તથા લીલ ફૂગની ઉત્પતિ થાય છે તેથી તે ખાવા યોગ્ય નથી.
|
3પર
શ્રાવક ધર્મ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org