________________
થયાં નહિ તો પછી હજારપતિ, લખપતિ કે કરોડપતિ થવાથી સામાન્ય જનો તપ્ત શી રીતે થવાના હતા ! એક સંતોષ વિના કોઈ પણ તૃપ્ત થઈ શકવાનું નથી. માટે સુખાર્થી જીવોએ પ્રાપ્ત દ્રવ્યોથી જ સંતુષ્ટ રહેવું જોઈએ. આનંદ કામદેવ આદિ શ્રાવકોએ જે પ્રમાણે દ્રવ્ય મર્યાદા કરી લીધી, પોતાની પાસે હતું તેટલા દ્રવ્યથી સંતોષ માન્યો. અધિક રાખવાના પચ્ચકખાણ કર્યા તે રીતે શ્રાવકોએ પરિગ્રહની મર્યાદા કરી, સંતોષ રાખવો જોઈએ તે છતાં પણ તૃષ્ણાનો નિરોધ ન થઈ શકે તો પોતાની ઇચ્છાનુસાર પરિણામ કરી લઈ વધારે રાખવાના પચ્ચકખાણ અવશ્ય કરવા જોઈએ. શ્રાવક નિમ્નોક્ત ૯ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરે છે. (૧) ખેત યથા પરિમાણ' : ખેત = ક્ષેત્ર એટલે ખુલ્લી જમીન, વાડી, ખેતર, જંગલ ઇત્યાદિ ખુલ્લી જમીનનો પરિગ્રહ રાખે. ઘણા સમય પછી છ કાયના જીવોનો આરંભ થવાની સંભાવના રહે છે. તેથી તેની મર્યાદા કરે. (૨) “વલ્થ યથા પરિમાણ' : ઢાંકેલી જમીન = ઘર, હવેલી, મહેલ આદિની લંબાઈ, પહોળાઈ અને સંખ્યાની મર્યાદા કરે. અધિક હોય તો છ કાયના જીવોની પણ હિંસા થઈ જાય છે. (૩-૪) હિરણ સોવત્ર યથા પરિમાણ' : હિરણ = ચાંદિ અને સોવન્ન = સોનું તેનું પરિમાણ કરે. નવા ન કરે. જ્યાં અગ્નિનો આરંભ છે ત્યાં છે એ કાયના જીવોની ઘાત થાય છે. ધાતુને ગાળવામાં પણ ઘણું પાપ છે. તેથી શ્રાવક વધુ ન રાખે પણ મર્યાદામાં રાખે. (૫) ધન યથા પરિમાણ : રોકડ નાણાની પણ મર્યાદા કરે. ક્યારેક ધન અનર્થ નું કારણ બની જાય, ચોરીનો ભય, ધન વધુ તો તૃષ્ણા પણ વધે, બે લાત મારનારી દોલત તો મર્યાદામાં જ સારી. (૬) ધાન યથા પરિમાણ : ધાન્યનું પણ પરિમાણ કરે. વિશેષ સમય રાખવાથી સડી જાય છે, ત્રસ જીવોની ઉત્પત્તિ થાય અને ભાવ વધે તો માણસો પાસેથી વધુ દ્રવ્ય પડાવવાનું મન થાય તેથી ધાન્યની પણ મર્યાદા કરવી. (૭) દ્વિપદ યથા પરિમાણ : દ્વિપદ = બે પગવાળા દાસ, દાસી, નોકર, ચાકર, પોપટ, મોર આદિ પક્ષીઓ જો વધુ હોય તો કાળજી ન લેવાય. પ્રમાદ થાય વળી, જાતે કામ કરે તો તેનાથી થાય છે તેટલી અન્ય પાસેથી કામ લેતા થઈ શકતી નથી માટે મર્યાદા કરવી.
૩૪૮
શ્રાવક ધર્મ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org