________________
તંત્ર, યંત્ર કામણટુમણ વગેરેની અસર થતી નથી. વ્યંતર દેવો પણ કોઈ ઉપદ્રવ કરી શક્તા નથી. અગ્નિ પાણી સમાન, સમુદ્ર સ્થળ સમાન થઈ જાય છે. સિંહ બકરી સમાન, સર્પ પુષ્પમાળા સમાન, વન ગામ સમાન, વિષ અમૃત સમાન બની જાય છે. અને અનિષ્ટકારી ઇષ્ટકારી બની જાય છે. પ્રતિદિન કરોડ સોનૈયાનું દાન દેવાથી જે ફળ મળે તેના કરતાં પણ એક દિવસનું બ્રહ્મચર્ય પાળવાથી અનેક ગણું ફળ મળે છે. ભવાંતરમાં સ્વર્ગ અને મોક્ષના સુખો પામે
પાંચમું અણુવ્રત - થૂલાઓ પરિગ્રહાઓ વેરમાં
સાધુજીની જેમ સર્વથા નિષ્પરિગ્રહી રહેવું એ ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કહેવત છે કે “સાધુ કોડી રાખે તો કોડીની કિંમતનો, અને ગૃહસ્થની પાસે કોડી ન હોય તો કોડીનો” આ પ્રમાણે પોતાની આબરૂનું સંરક્ષણ કરવા, શરીર અને કુટુંબનો નિર્વાહ કરવા ઇત્યાદિ કાર્યને અર્થે ગૃહસ્થને દ્રવ્યની આવશ્યક્તા રહે છે, એટલા માટે પૂર્વ પૂણ્યોદયથી અથવા ન્યાયપૂર્વક વ્યાપાર આદિથી જે દ્રવ્ય પ્રાપ્ત થાય છે. તેમાં શ્રાવક સંતોષ ધારણ કરે છે, તૃષ્ણાને અધિક વધારતો નથી.
તૃષ્ણા પરમ દુઃખનું કારણ છે “તૃષ્ણા ગુરુજી! બિન પાળ સરવર” અર્થાત્ જેવી રીતે પાળ વિનાના સરોવરમાં ગમે તેટલું પાણી આવતું હોય તો પણ તે કદિ ભરાતું નથી તેવી જ રીતે તૃષ્ણાતુર મનુષ્યને ગમે તેટલું દ્રવ્ય મળી જાય તો પણ તેને સંતોષ થતો નથી.
હા નાદો તદા તોડો, નાહી નોટો પવકૂફ ” જેમ જેમ લાભની વૃદ્ધિ થાય તેમ તેમ લોભની પણ વૃદ્ધિ થાય છે, પ્રત્યક્ષ પ્રમાણથી પણ જોઈ શકાય છે કે જેમના પૂર્વજો ઝાડનાં પાંદડાના વસ્ત્રો પહેરતા, માટીથી શરીરના રંગતા, પશના ચામડાંથી મઢેલી હોડીમાં બેસીને શિકાર કરતા. એવી દીન હીન સ્થિતિને બદલે તેઓના વંશજો રાજા મહારાજા બની બેઠા છે, તો પણ તેમને હજી તૃપ્તિ થતી નથી અને રાજ સંપદાની વૃદ્ધિને માટે આશ્રિતોનો દ્રોહ કરે છે તથા કરોડો મનુષ્યો, પશુઓનો સંહાર કરે છે, એવાઓને કવચિત્ આખી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થઈ જાય તો પણ તૃપ્તિ થવાની જ નથી.
આવી હીન સ્થિતિના લોકો આટલી ઊંચી સ્થિતિ પામ્યા છતાં તૃપ્ત
-
શ્રી જૈન તત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org