SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણિમા અને અમાવસ્યા તથા તીર્થકરોના કલ્યાણક આદિ પર્વ તિથિએ સર્વથા બ્રહ્મચર્ય પાળે છે. કેમકે દિવસે સ્ત્રીસંગ કરવાથી વિષયાસક્તિ, નિર્બળતા અને ખરાબ સંતતિની ઉત્પત્તિ વગેરે દોષોત્પત્તિ આવે છે અને તિથિઓને દિવસે સ્ત્રીસંગ કરવાથી દુર્ગતિનો આયુબંધ પડે છે. ૦ તથા કુગર્ભની ઉત્પત્તિ થાય છે. આવી જ રીતે શ્રાવક એક રાત્રિમાં બે વાર મૈથુન સેવે નહિ કારણકે તંદુલવિયાલિય પયત્રામાં કહ્યું છે કે, એક વખત મૈથુન સેવ્યા બાદ ૧૨ મુહૂર્ત પર્યત યોનિ સચેત રહે છે. ઉત્કૃષ્ટ ૯ લાખ 8 સંજ્ઞી મનુષ્ય અને અસંખ્ય ૦ પંચપર્વોમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું કારણ એ છે કે શાસ્ત્રનું કથન છે કે અસંખ્યાતા વર્ષાયુવાળા નારકી, દેવતા અને યુગલિક મનુષ્યો જ્યારે છ મહિના આયુષ્ય બાકી રહે છે ત્યારે આગલા ભવનું આયુષ્ય બાંધે છે અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય આયુષ્યનો ત્રીજો, નવમાં, સત્તાવીસમો વગેરે ભાગ બાકી રહે ત્યારે અથવા અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનો આયુબંધ કરે છે. ઝ સંભવત : એ કારણથી કરુણાસિંધુ જિનેન્દ્ર પ્રભુએ અને આચાર્યોએ અશુભ આયુનો બંધ ન પડે તેટલા માટે પર્વ તિથિઓ કાયમ કરી છે. જેમકે ત્રીજા અને ચોથ એમ બે થયા એટલે ત્રીજો ભાગ પાંચમનો આવે એવી રીતે છઠ્ઠ અને સાતમ બે ભાગ ગયા એટલે ત્રીજો ભાગ આઠમ આવે એમ ક્રમશ: એકાદશી તથા ચતુર્દશી આવે છે. આમ આ તિથિઓ ત્રીજા ભાગમાં આવે છે (પૂર્ણિમા અને અમાવાસ્યા એ પાક્ષિક પર્વ છે) આ દિવસોમાં પરભવનું આયુષ્ય બંધાવાનો સંભવ છે. એટલા માટે હંમેશ માટે બ્રહ્મચર્ય પળાય તો ઠીક નહિ તો પર્વ તિથિઓમાં સંસારના કાર્યોથી વિરક્ત થઈ દયા, શીલ, સંતોષ, સામાયિક, પૌષધ આદિ ધર્મકરણી કરવી જ જોઈએ કે જેથી દુર્ગતિનું આયુષ્ય ન બંધાવા પામે. मेहणसणारुढो णवलक्ख, हणेइ सहमजीवाणं । केवलिणा पण्णत्त सदहियव्वा सया कालं ॥१॥ इत्थीजोणिए संभवित, बेइंदिया उ जे जीवा । इक्को वा दो तिर्णणवा, लक्ख पुहुत्तं तु उक्कोसं ॥२॥ पुरिसेण सह गयाए, ते सिं जीवाणं होइ उद्वणं वोणुिगदिटुंतेणं, तत्तायसलागणाण्णं ।।३।। અર્થ : શ્રી સર્વજ્ઞ પ્રભુએ કહ્યું છે કે, સ્ત્રીની યોનિમાં કોઈવાર બે, કોઈવાર ત્રણ એમ ઉત્કૃષ્ટ ૯ લાખ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. જેમ વાંસની નળીમાં ભરેલા તલમાં તપાવેલો લોઢાનો સળીયો નાખવાથી તે તલ બળી જાય છે. તેવી જ રીતે સ્ત્રી પુરુષના સમાગમથી તે બધા જીવો મૃત્યુ પામે છે. આ કથનનું સત્ય શ્રદ્ધાન કરી એવા પાપથી બચવું. पंचिंदिया मणुस्सा, एगणर भुत्तणारिनमम्मि । उक्कोस णवलक्खा, जायंति पगवेलाए ।।१।। णवलक्खाणं मज्झे जायइ, इक्कस्स दोण्ह व समत्ती । सेसा पुण एमेव य, विलयं क्च्यति तत्थेव ॥२॥ અર્થ : એક વખતના સ્ત્રી સમાગમમાં ઉત્કૃષ્ટ નવ લાખ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી કોઈવાર એક ક્યારેક બે અને ક્યારેક ત્રણ બચે છે. બાકીના નાશ પામે છે, એમ તંદુલવિયાલીયામાં કહ્યું છે. સ્ત્રી સંભોગ બાદ બાર મુહૂર્ત યોનિ સચેત રહે છે, અર્થાત્ તેમાં જીવોની ઉત્પત્તિ અને મૃત્યુ થયા કરે છે. તે ૧૨ મુહૂર્તની અંદર કોઈ પણ ગતિમાંથી મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તેવો જીવ તે યોનિમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ શકે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૪૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy