SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) સુસાધુ શ્રાવકે પરિણામથી તો અવ્રતની ક્રિયાઓનું રૂંધન સર્વથા કરી દીધું હોય છે. ફક્ત સંસારના કાર્ય અર્થે જે દ્રવ્યહિંસા કરવામાં આવે છે તે પણ અનિચ્છાએ, નિરુપાયે અને ઉદાસીન ભાવે કરવી પડે છે તે કરવા છતાં પણ ધર્મની વૃદ્ધિ કરતો રહે છે તેથી તથા આત્મસાધના કરનાર અર્થાતુ મોક્ષ માર્ગનો સાધક હોવાથી સુસાધુ કહેવાય છે. (૧૫) સુપાત્ર સુવર્ણપાત્રમાં જેમ સિંહણનું દૂધ જળવાઈ શકે છે તેમ શ્રાવકમાં સમ્યકત્વાદિ સદ્ગણો સુરક્ષિત રહી શકતા હોવાથી તે સુપાત્ર કહેવાય છે. અથવા શ્રાવકને આપેલ સહાય નિરર્થક થતી નથી તેથી તે સુપાત્ર છે. (૧૬) ઉત્તમ : શ્રાવક મિથ્યાત્વી કરતાં અનંત ગણી વિશુદ્ધ પર્યાયનો ધારક હોવાથી ઉત્તમ છે. (૧૭) ક્રિયાવાદી : શ્રાવક પુણ્ય પાપનાં ફળને માનનારો તથા બંધ મોક્ષનો માનવાવાળો હોવાથી ક્રિયાવાદી છે. (૧૮) આસ્તિક : શ્રી જિનેન્દ્રનાં તથા સુસાધુનાં વચનો પર શ્રાવકને પ્રતીતિ હોય છે. તેથી તે આસ્તિક છે. (૧૯) આરાધક : શ્રાવક જિનાજ્ઞાનુસાર ધર્મકરણી કરતો હોવાથી આરાધક (૨૦) જેન માર્ગનો પ્રભાવક: શ્રાવક મનથી સર્વ જીવો પર મૈત્રીભાવ રાખે છે. ગુણાધિક પ્રત્યે પ્રમોદ (હર્ષ) ભાવ રાખે છે. દુઃખી જીવો પર કરુણા ભાવ રાખે છે અને દુષ્ટ તરફ માધ્યસ્થ ભાવ રાખે છે. વચનથી તથ્ય પથ્ય વચનોચ્ચાર કરે છે. તથા સમકિતીથી માંડીને સિદ્ધ ભગવંત પર્યંત ગુણવંતોના ગુણકીર્તન કરે છે અને ધનથી ધર્મોન્નતિનાં કાર્યો ઉદારતા અને વિવેકપૂર્વક દ્રવ્યનો નિરંતર સવ્યય કરતો હોવાથી તે જૈન ધર્મનો પ્રભાવક, જિન શાસ્ત્રનો દીપાવનાર હોય છે. (૨૧) અર્વતના શિષ્ય : અહંત અર્થાત્ તીર્થકર દેવના જ્યેષ્ઠ શિષ્ય તે સાધુ અને લઘુ શિષ્ય તે શ્રાવક એટલે શ્રાવક ત અરિહંત ભગવાનના શિષ્ય છે. ઉક્ત ૨૧ ગુણ અને લક્ષણ અર્થાત્ ચિહ્ન જેમનામાં હોય તે જ સુશ્રાવક કહેવાય છે. આ શ્રાવકો બાર પ્રકારના વ્રતોનું આચરણ કરે છે શ્રી જૈન તત્ત્વ સાર ૩૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy