________________
પણ ખોટો પક્ષ લે નહિ. (૧૫) દીર્ધદષ્ટિ હોય કોઈ પણ કાર્યના પરિણામનો દીર્ધદષ્ટિથી વિચાર કરી જે કાર્ય ભવિષ્યમાં આત્મિક ગુણનો વિકાસ કરનાર, સુખદાયક અને પ્રામાણિક મનુષ્ય દ્વારા પ્રશંસનીય હોય તેવું કાર્ય શ્રાવક કરે છે. અને નિંદા તથા દુઃખપ્રદ કાર્ય છોડી દે છે. આમ કરે તે સુખી અને યશસ્વી થાય છે. અને વગર વિચાર્યું કાર્ય કરનારને પશ્ચાત્તાપ કરવો પડે છે. (૧૬) વિશેષજ્ઞ હોય : ગાયનું અને આંકડાનું દૂધ તેમજ સોનું અને પિત્તળ રંગમાં સરખાં હોય છે. પરંતુ ગુણની અપેક્ષાએ તેમાં જમીન આસમાન જેટલું અંતર હોય છે. તેની પરીક્ષા તો વિશેષજ્ઞ - વિજ્ઞાની પુરુષ હોય તે જ કરી શકે છે. તેઓ બાહ્ય દેખાવ જોઈ ભ્રમમાં પડતાં નથી, પરંતુ અંદરના ગુણોની તપાસ કરી યથોચિત્ત પ્રવૃતિ કરે છે. આવી જ રીતે શ્રાવક પણ નવતત્ત્વના જ્ઞાન વડે વિશેષજ્ઞ બનીને જાણવા યોગ્ય જાણે, આચરવા યોગ્ય આચરે અને છાંડવા યોગ્ય છાંડે છે. (૧૭) વૃદ્ધાનુગામી હોય વયોવૃદ્ધ અને ગુણવૃદ્ધની આજ્ઞામાં રહેનારો હોય, તેમના કોઈ ઉત્તમ ગુણોનો સ્વીકાર કરે, અને વૃદ્ધજનના જ્ઞાનાદિ ગુણોનું અનુકરણ કરતો રહે. (૧૮) વિનીત હોય: “વિUો નિસાસો મૂનો ' અર્થાત્ જિનશાસન માં ધર્મનું મૂળ વિનય કહ્યું છે. એવું જાણી માતા, પિતા, વડીલભાઈ, ગુરુ આદિ વડેરાઓનો યથાચિત વિનય કરે. તેમજ બધાની સાથે નમ્રભાવે વર્તે. ગુરુનો યથાયોગ્ય વિનય સાચવે. (૧૯) કૃતજ્ઞ હોય : કરેલા ઉપકારને જાણવા તેનું નામ કૃતજ્ઞતા. કોઈએ આપણા ઉપર કિંચિત્ માત્ર પણ ઉપકાર કર્યો હોય તો તેનો મહાન ઉપકાર માની ઉપકારથી ઋણ a (દેવા) માંથી મુક્ત થવાનો યથાશક્તિ પ્રયત્ન કરે,
તપ: વૃત્તિ ધ્યાને વિવેવ યમ: સંયમો !
ये वृध्दास्तेषु ते वृद्धाः न पुनः पलितांकुराः ॥ અર્થ : જે તપમાં, જ્ઞાનમાં, વૈર્યમાં, ધ્યાનમાં, વિવેકમાં, યમમાં, સંયમમાં ઇત્યાદિ ગુણોમાં વૃદ્ધ છે તે ખરા વૃદ્ધ છે એકલા સફેદવાળથી વૃદ્ધ કહેવાયો નથી.
શ્રી જૈન તત્ત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org