SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે તેઓ પુનઃ પુનઃ નરકગમન કરવા છતાં પણ તેનાથી તૃપ્ત થતાં નથી. (૮) ક્રૂર કર્મના કરનાર દુઃખ પામે છે અને તેને છોડે છે તે સુખી થાય છે. (૯) કેવળીના વચન જેવા જ દસ પૂર્વના ધા૨ક શ્રુતકેવળીના પણ વચન હોય છે. (૧૦) હિંસાના કામમાં જે દાંષ માનતો નથી તે અનાર્ય છે. (૧૧) એવા અનાર્યના વચન પાગલ મનુષ્યના બકવાદ જેવા છે. (૧૨) જીવની ઘાત કરવી તો બાજુ પર રહી, પરંતુ તેમને દુઃખ પણ દેતાં નથી તે આર્ય છે. (૧૩) તમને સુખ વહાલુ છે કે દુઃખ ? આ પ્રશ્ર અનાર્યોને પૂછવાથી સત્ય ધર્મનો નિશ્ચય તેમના ઉત્તરમાંથી જ મળી રહેશે. ઇતિ દ્વિતીયોદેશ. (૧) પાખંડી જનોની ચાલચલગત પર લક્ષ આપતાં નથી તે ધર્માત્મા છે. (૨) હિંસાને દુઃખદાતા જાણી તેનો પરિત્યાગ કરે, શરીર પર મમત્વ ન કરે, ધર્મના તત્ત્વનો જ્ઞાતા બને, કપટરહિત ક્રિયાનું સમાચરણ કરે અને કર્મ તોડવામાં સદૈવ તત્પર રહે તે જ સમકિતી છે. (૩) બનતાં સુધી બીજાને દુઃખ ન દે. તે જ ધર્માત્મા છે. (૪) જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરે, આત્માને એકલો જાણે, તપશ્ચર્યાથી તનને તપાવે તે જ પંડિત છે. (૫) પુરાણા કાષ્ટની જેમ દેહ મમત્વના શીઘ્રતાથી ત્યાગ કરે અને તપ અગ્નિથી કર્મને બાળે તે જ મુનિ છે. (૬) મનુષ્યનું આયુષ્ય અલ્પ જાણી ક્રોધને જીતે તે જ સંત છે. (૭) ક્રોધાદિ કષાયને વશીભૂત થયેલું જગત દુ:ખી થઈ રહ્યું એવો વિચાર કરે તે જ જ્ઞાની છે. (૮) કષાયને ઉપશમાવી શાંત બને તે જ સુખી છે. (૯) ક્રોધાગ્નિથી પ્રજ્વલિત ન બને તે જ વિદ્વાન છે. ઇતિ તૃતીયોદેશ. (૧) પ્રથમ થોડું અને પછી વિશેષ એમ ક્રમે ક્રમે ધર્મ અને તપની વૃદ્ધિ કરવી જોઈએ. (૨) શાંતિ, સંયમ, જ્ઞાન, ઇત્યાદિ સદ્ગુણોની વૃદ્ધિ કરવાનો નિરંતર ઉદ્યમ કરવો જોઈએ. (૩) મુક્તિનો માર્ગ મહાવિકટ છે. (૪) બ્રહ્મચર્યનું પાલન કરવાનો તથા મોક્ષની પ્રાપ્તિ કરવાનો મુખ્ય ઉપાય તપશ્ચર્યા જ છે. (૫) જે સંયમધર્મથી ભ્રષ્ટ બનેલો છે તે કશા કામનો નથી. (૬) મોહ રૂપ અંધકારમાં અથડાતાં જીવો જિજ્ઞાસાનો લાભ પ્રાપ્ત કરી શકતા નથી. (૭) ગત જન્મમાં જેમણે જિનાજ્ઞાનું આરાધન કર્યું નથી તે હવે શું કરશે? (૮) જેઓ જ્ઞાની બનીને આરંભથી નિવર્તે છે તે જ પ્રશંસનીય છે. (૯) અનેક પ્રકારના દુઃખો આરંભથી ઉત્પન્ન થાય છે. (૧૦) જેઓ ધર્માર્થી છે તેઓ પ્રતિબંધનો ત્યાગ કરી એકાંત મોક્ષાભિમુખ હોય છે. (૧૧) કૃતકર્મનાં ફળ અવશ્ય ભોગવવાં જ પડશે, એવું જાણી કર્મબંધન કરતાં ડરવું જોઈએ. અને (૧૨) જે સદુઘમી, સત્યધર્માવલંબી, જ્ઞાનાદિ ગુણમાં રમણ કરનારા, પરાક્રમી શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૩૧૯ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy