________________
બાંધી નૃત્ય કરાવે છે; તેમ ઈશ્વર પણ પોતાનું ચિત્ત પ્રસન્ન રાખવા મનુષ્ય, પશુ, પક્ષી, કીડા વગેરે પૂતળાં બનાવી નચાવે છે. અને તે દોરી સંચાર કરતો બંધ પડે એટલે બધુ બંધ પડી જાય છે, પરંતુ આત્મા નામનો કોઈ પદાર્થ છે જ નહિ.
એમને પૂછીએ કે ભાઈ! આ પ્રકારની કલ્પના કરે છે તે કોણ છે? શબ્દ, રૂપ ગંધ, રસ અને સ્પર્શનું વિજ્ઞાન કોને થાય છે? સ્વપ્નાવસ્થામાં દેખેલા પદાર્થોનું જાગૃતાવસ્થામાં સ્મરણ કોણ કરે છે? શરીરમાંથી ત્યારે કોણ નીકળી જાય છે? ઇત્યાદિ પ્રત્યક્ષ લક્ષણોથી જણાય છે તે જ આત્મા છે, તે જ જીવ છે. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ આત્મા જ આત્માના વિષયમાં શંકાશીલ બને છે. તેણે સ્વયં સમજવું જોઈએ કે આ શંકાનો કરનાર છે તે જ આત્મા છે. આ પ્રમાણે નિશ્ચય કરો કે આત્મા છે. આત્મા ન હોય તો ઈશ્વર પણ ક્યાંથી હોય? આત્માના ગુણોનો સ્વ પ્રત્યક્ષ અનુભવ કરવાથી આત્મા સ્વ પ્રત્યક્ષ થાય છે. જે પોતાની જ પ્રેરણાથી ક્રિયા કરતો દૃષ્ટિગોચર થાય છે તે પરોક્ષ રીતે પણ આત્મા સાબિત થાય છે. (૨) આત્મા નિત્ય છે : ઉપરોક્ત યુક્તિઓથી કેટલાક આત્માના અસ્વિનો તો સ્વીકાર કરે છે, પણ કહે છે કે, પૃથ્વી, પાણી, અંગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતોની ૨૫ તત્ત્વની • ઉત્પત્તિ થાય છે અને તેથી જ જીવની ઉત્પત્તિ થાય છે. શરીરમાં જીવ રક્તરૂપે, વાયુરૂપે તથા અગ્નિરૂપે પરિણમે છે. જ્યારે તેનો નાશ થાય છે તે બધા ક્ષણ ક્ષણમાં રૂપાંતર પામ્યા કરે છે, તેવી જ રીતે આત્માનું પણ રૂપાતર થયા કરે છે. તેથી આત્મા પણ અનિત્ય, અશાશ્વત છે. •
. આવું કહેનારાઓએ જાણવું જોઈએ કે, જડમાંથી ચંતનની ઉત્પત્તિ કોઈ કાળે થાય જ નહિ અને ચેતનમાંથી જડની ઉત્પત્તિ પણ ત્રણ કાળમાં થાય જ નહિ. જડ સદાકાળ જડરૂપે રહે છે અને ચેતન સદા ચેતનરૂપે રહે છે. જેટલા જીવ છે અને જેટલા જડ પરમાણુ છે તે અનાદિકાળથી અનંતકાળ સુધી રહેશે.
• (૧) કામ, ક્રોધ, શોક, મોહ અને ભય એ પાંચ તત્ત્વ આકાશનાં. (૨) ધાવન, બલન, પ્રસારણ, આકુંચન અને નિરોધન એ પાંચ તત્ત્વ વાયુનાં. (૩) ક્ષુધા, તૃષા, આલસ્ય, નિદ્રા અને મૈથુન એ પાંચ તત્ત્વ તેજનાં. (૪) લાળ, મૂત્ર, રક્ત, મજ્જા અને વીર્ય એ પાંચ તત્ત્વ પાણીનાં અને (૫) હાડ, નાડી, માંસ, ત્વચા અને રોમ એ પાંચ તત્ત્વ પૃથ્વીના, એ પાંચભૂતથી ૨૫ તત્ત્વની ઉત્પત્તિ થાય છે. આમ “પંચીકરણ' નામક ગ્રંથમાં લખ્યું છે.
શ્રી જૈન તત્વ સાર
૩૧૧
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org