SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં કોઈ પ્રકારની ગંભીર મુશ્કેલી ઊભી થવા પામે, તો ઉપર કહેલી ગલીઓમાંથી પસાર થઈને પાછા મુખ્ય સડક (સમકિત) ઉપર આવી જાય છે. આ આગાર બધા સમકિતીઓ માટે નથી. જેઓ શૂરવીર, ધીર, સાહસિક, દઢ સમકિતી હોય છે, જેમનો હાડહાડની મજ્જાએ ધર્મનો રંગ કિરમજના રંગની જેમ અટલ લાગી ગયો હોય છે. તેઓ તો જાનમાલ ઇજ્જત વગેરે સર્વસ્વનો નાશ થઈ જાય તો પણ સમ્યકત્વમાં કદાપી કિંચિત્ માત્ર પણ દોષ લગાડતા નથી. અહંત્રક, કામદેવાદિ શ્રાવકોની જેમ પ્રાણાંત સંકટમાં પણ કદી ચલાયમાન થતા નથી. અગિયારમે બોલે – ભાવના ૬ પ્રત્યેક કાર્ય સિદ્ધ કરવા માટે ભાવનાના બળની પરમાવશ્યકતા છે. “યદિશ ભાવના સિદ્ધિર્મવતિ તાદશી' જેવી જેની ભાવના હોય છે તેવું જ તેને ફળ મળે. એટલા માટે ભાવનાથી વિરૂદ્ધ અને તેનું બળ વધારવા નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ અને તેમ કરવા માટે નીચે લખેલા છે પ્રકારના કથનને લક્ષબિન્દુ બનાવવાથી સમકિતી સમકિતમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકે છે. (૧) ધર્મવૃક્ષનું સમ્યક્ત મૂળ : વૃક્ષનું મૂળ મજબૂત હોય તો જ તે વાયુ આદિ ઉપદ્રવોની સામે ટકી શકે છે અને શાખા, પ્રતિશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરેથી ફાલી ફૂલી ઘણા કાળ પર્યત ટકી શકે અને ઘણાં પ્રાણીઓને વિવિધ પ્રકારના હૂંફ આપનાર નીવડે છે. તેવી જ રીતે ધર્મરૂપ વૃક્ષનું સમ્યકત્વરૂપ મૂળ છે, તે દઢ રહેવાથી ધર્માત્માઓ મિથ્યાત્વરૂપ વાયુના ઉપદ્રવથી પરાભવ પામતાં નથી અને નિશ્ચળ રહી યશકીર્તિરૂપ શાખા, પ્રશાખાથી વિસ્તૃત થઈ દયારૂપ પત્રની છાયા સદ્ગણ રૂપ પુષ્પ અને નિરામય સુખ રૂ૫ ફળથી પોષકને સુખી બનાવે છે. (૨) ધર્મનગરનો સમકિતરૂપ કોટ અથવા દરવાજો : જેમ નગરનો કોટ અને દરવાજો મજબૂત હોય તો દુશ્મનો તેને પરાભવ કરી શકતા નથી તેવી જ રીતે વિવિધ પ્રકારની કરણીરૂપ રિદ્ધિથી ભરપૂર ધર્મરૂપ નગરનો જો સમક્તિરૂપ કોટ મજબૂત હશે તો પાખંડ રૂપ શત્રુ - સૈન્ય તેનો પરાભવ કરી શકશે નહિ. જેવી રીતે દરવાજે થઈને નગરમાં જઈ સુખ પ્રાપ્ત કરી શકાય છે, તેવી રીતે સમકિત રૂપ દરવાજામાં થઈને શ્રી જૈન તત્ત્વ સાર ૩૦૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy