________________
(૪) માનઃ મિથ્યાત્વીઓનું સન્માન ન કરે. કેમકે તે જોઈ સમકિતીઓનાં મન મિથ્યાત્વી તરફ આકર્ષાય અને શિથિલ બની જાય કે અન્યમતિ બની જાય. સમકિતીના માન સન્માન અવશ્ય કરે, જેથી તેઓ દઢઘ બને અને સમકિતીનું માન માહાસ્ય વધતું જોઈ મિથ્યાત્વીઓનાં ચિત્ત પણ સમકિતી તરફ આકર્ષિત બને અને તેઓ પણ જૈનધર્માનુરાગી બને. (૫) વંદના : મિથ્યાત્વીઓનાં આડંબરની તેમની રિદ્ધિસિદ્ધિની, સંપની તથા હિંસક ક્રિયાઓની પ્રશંસા કરે નહિ અને સમકિતીએ કરેલા ધર્મકૃત્યોની તેમના
ઔદાર્યાદિ ગુણોની વારંવાર પ્રશંસા કરે, ગુણવંતોના ગુણને દીપાવે. (૬) નમસ્કાર: મિથ્યાત્વીઓને નમસ્કાર કરે નહિ અને જેવી રીતે શંખશ્રાવકની
સ્ત્રી ઉપ્પલાબાઈએ પોખલીજી શ્રાવકને તિબ્બત્તના પાઠથી નમસ્કાર કર્યા તેવી જ રીતે પોતાનાથી ગુણમાં, જ્ઞાનમાં અને વયમાં વૃદ્ધ હોય એવા સ્વધર્મીઓને નમસ્કાર કરવા જોઈએ. દરેક સ્વધર્મી સાથે સદેવ નમ્રતાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ.
જેવી રીતે વૈષ્ણવો “જય ગોપાળ મુસ્લિમો સલામ આદિ પોતપોતાના દેવનાં નામ લઈ નમન કરે છે, તેવી રીતે સમકિતીઓનું પણ કર્તવ્ય છે કે જ્યારે સ્વધર્મીને નમન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે “જય જિનેન્દ્ર' શબ્દનો ઉચ્ચાર કરે. સમકિતીઓને માટે આ પોતાના ધર્મને દર્શાવવાનું ચિહ્ન છે. પરંતુ જય ગોપાળ” “સલામ' વગેરે શબ્દો કહી પોતાના ધર્મને લુપ્ત, ગુપ્ત અને કલંકિત કરવો કદાપિ ઉચિત નથી.
જેવી રીતે ધનિક મનુષ્ય પોતાના ધનનું ચોરાદિકથી રક્ષણ કરવા પ્રયત્ન કરે છે, તેવી જ રીતે સમકિતીએ પણ પોતાના સમ્યકત્વરૂપ ધનનું મિથ્યાત્વરૂપ ચોરોથી રક્ષણ કરવા ઉપર કહેલા છ પ્રકારથી યતના કરવાની પરમ આવશ્યક્તા છે અને સમ્યત્વના ગુણની વૃદ્ધિ કરવા છ યતનાનું યથોચિત્ત સમાચરણ કરવું જોઈએ.
દસમે બોલે – આગાર ૬
(૧) “રાયાભિઓગણ” : રાજા અથવા રાજાના સામંત નોકરાદિક કદાચિત્ સમકિતીનાં જાન માલ ઈજ્જત હરવાની ધમકી આપીને સમક્તિ વિરૂદ્ધ કાર્ય
શ્રી જૈન તત્વ સાર
૩૦૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org