SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમે બોલે – પ્રભાવના ૮ જે સુકૃત્ય કરવાથી આપણા સ્વીકૃત ધર્મનો પ્રભાવ અન્યના ઉપર પડે, ધર્મનું માહાત્મ વધે, તેની પ્રશંસા અને પ્રખ્યાતિ ચોમેર પ્રસરે અને જનતાનું ધર્મ પ્રતિ આકર્ષણ થાય તેને પ્રભાવના કહે છે. આજકાલ પતાસાં કે સાકર વહેંચવી એટલા પૂરતો જ પ્રભાવનાનો અર્થ લોકો સમજી બેઠા છે, પરંતુ તેનો અર્થ બહુ વિશાળ અને વ્યાપક છે. પ્રભાવના નીચે જણાવેલા આઠ પ્રકારે થાય (૧) પ્રવચન પ્રભાવના : શ્રી જિનેશ્વર ભગવાનનાં વચન નિગ્રંથ પ્રવચનની પ્રભાવના (પ્રચાર) કરે. વર્તમાન કાળમાં શાસ્ત્ર જ ધર્મના સત્ય પ્રભાવક છે. ભૂતકાળમાં કેવળી તથા શ્રુતકેવળી મહાપુરુષો દ્વારા જિનપ્રણિત ધર્મનો અદ્વિતીય પ્રભાવ જગતમાં પડી રહ્યો હતો, પરંતુ વર્તમાનમાં તેવા પુરુષોનો અભાવ છે, છતાં આપણા અહોભાગ્ય છે કે, તેમની વાણી શ્રી ગણધર દેવોએ ઝીલી સૂત્રરૂપે ગૂંથી છે, તે વાણી અલ્પાંશે પણ આજે મોજૂદ છે. અને એ જ જિન પ્રવચન હમણાં અને ભવિષ્યમાં ધર્મના આધારસ્તંભ રૂપે જગતનું કલ્યાણ સાધે છે અને સાધશે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં કહ્યું છે કે – न हु जिणे अज्ज दिस्सइ, बहुमए दिस्सइ मग्गदेसिए। સંપરૂં યાક પરે, સમય જોયમ ! મા પમાય પારૂ રા અર્થાત્ ભગવંત શ્રી મહાવીરે મોક્ષ પધારતી વખતે કહ્યું છે કે, હે ગૌતમ! પાંચમા આરામાં જિન (તીર્થકર)નાં દર્શન તો ૦ થશે નહિ, પરંતુ મુક્તિમાર્ગનાં દર્શક સૂત્રો – શાસ્ત્રો અને તેના ઉપદેશક ઘણાં થશે, એટલા માટે ન્યાયોનુગત- ન્યાયોચિત કરવો ઉચિત નથી. એટલા માટે જિન પ્રણીત શાસ્ત્રોનું જ્ઞાન સમકિતી જનોએ પ્રાપ્ત કરવું એ પરમાવશ્યક છે. આપ્ત પુરુષોનાં કથન ગહન અને પરમાર્થદર્શક હોવાથી ગુરુગમથી - ગાથામાં વર્તમાનકાળનો પ્રયોગ છતાં અર્થમાં ભવિષ્યકાળ વાપર્યો છે. આનું રહસ્યનું ગીતાર્થ ગુરુ પાસેથી ધારવું ભવિષ્યનું વર્તમાનકાળમાં આરોપણ વાત સમજાવતી વખતે થઈ શકે છે તે નિગમનયનો વ્યવહાર છે. (પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. કૃત ઉત્તરા. સુત્ર ભાગ ૨ પાનું ૫૦૬માં વધારે ખુલાસો છે.) શ્રી જૈન તત્વ સાર ૨૯૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy