SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ઘારણ કરી સ્વંય શાસ્ત્રનું શ્રવણ, પઠન, મનન કરે અને અન્યને કરાવે અને એ રીતે જ્ઞાનમાં આગળ વધેલો અને તત્ત્વની યર્થાથ સમજણ અને શ્રદ્ધા પામેલો સમકિતી પોતાના તેમજ પરના આત્માને ઉન્માર્ગે જતો રોકી સન્માર્ગે વાળવા શક્તિમાન હોવાથી તે ધર્મનો પ્રભાવક કહેવાય છે. દક્ષિણ હેદ્રાબાદ નિવાસી રાજા બહાદુર લાલાજી સુખદેવસહાયજી જ્વાલા પ્રસાદજીએ બત્રીસે સુત્રોનો ઉદ્ધાર કરાવી ૧૦૦૦ સ્થળે શાસ્ત્ર ભંડાર કરી આપવાથી તેઓશ્રીએ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્તમ સગવડ કરી આપી છે. (તે સમયમાં રૂા. ૪૨૦૦૦/- ના ખર્ચે બત્રીસો પત્રાકારે છપાવેલ.) (૨) ધર્મકથા પ્રભાવના : ધર્મકથા દ્વારા જિનશાસનની પ્રભાવના કરે, અર્થાત્ ધર્મોપદેશ દ્વારા પણ ધર્મનો પ્રભાવ, પ્રચાર થઈ શકે છે. તેથી સમ્યકત્વી સ્ત્રી, પરષો સભામાં, સોસાયટીમાં, કોન્ફરન્સમાં, અથવા જ્યાં જ્યાં જનસમુદાય એકત્રિત થતો હોય તેવા સમૂહમાં કે મેળાવડામાં ઉપસ્થિત થઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને જોઈ સમયોચિત ઉપદેશ સૌ સમજી શકે અને સર્વને રૂચિકર તથા હિતકર થાય તેવી ભાષામાં આપે. તેમાં જિનપ્રણિત ધર્મનાં તત્ત્વોને અનેક મતમતાંતરોના દાખલા દલીલો સહિત સ્યાદ્વાદ શૈલીથી સરળ બનાવીને ધર્મકથા કરે અને એ રીતે સત્ય ધર્મનો પ્રભાવ અન્યના હૃદયમાં અંકિત કરે. (૩) નિરપવાદ પ્રભાવના : અનંતજ્ઞાનીએ પ્રરૂપેલાં શાસ્ત્રનાં વચન બહુ ગહન હોય છે. સંક્ષિપ્તમાં અને અનેકાર્થી હોય છે. ગીતાર્થી વિના દરેકની સમજમાં આવવાં મહામુશ્કેલ છે. # તેથી કોઈ અનભિજ્ઞ વિપરીત અર્થ કરી જૈનમાર્ગની અવહેલના થાય તેનું અપવાદ યુક્ત કંઈ કરતો હોય તે સમકિતીનું કર્તવ્ય છે કે, સત્યાર્થ પ્રકાશ દ્વારા તેનું નિરાકરણ કરી અપવાદ દૂર કરે. આવી જ રીતે, કોઈ મિથ્યાડંબરી-પાખંડી સમકિતીઓને ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન સેવતો હોય તો સંવાદ તથા શક્તિ દ્વારા તેનો પરાજય કરી સમકિતીઓને બચાવે. કદાચિત્ કોઈ ક્ષેત્રના મનુષ્યોથી અનભિજ્ઞ સાધુને છળવા કોઈ પાખંડી આવે તો સાધુને સમસ્યાથી સમજાવી તેના છળથી કોઈ છેતરાવા ન પામે તેવો ઉપાય યોજે અને દરેક પ્રકારે ધર્મના અપવાદનું નિરાકરણ કરે અને મિથ્યા દોષારોપણ દૂર કરે. જ શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજે માગધી ભાષાનો અપૂર્વ અને સર્વાગ સંપૂર્ણ કોષ બનાવી ગહન શબ્દોનું સ્પષ્ટીકરણ કરી શંકા સમાધાન કરવાનું અનુપમ સાહિત્ય તૈયાર કરી મહાન ઉપકાર કર્યો છે. ૩૦૦ સમકિત અધિકાર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy