SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય આત્માઓનાં મન તે તરફ આકર્ષે છે અને પાખંડીઓના કુતર્કવાદના છલથી ચલિત ન થતાં ઉત્પાતિકી બુદ્ધિથી તેમનાં કુતર્કોનું ખંડન કરી ન્યાયયુક્ત સત્ય પક્ષનું સ્થાપન કરે છે. (૨) તીર્થસેવા કરે : દુસ્તર સંસાર સાગરના તીરે એટલે કિનારે રહેલું જે મોક્ષસ્થાને તેને પ્રાપ્ત કરવાના અધિકારી જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તીર્થ છે, તેમને ધર્મારાધનના કાર્યમાં સહાયતા આપવી, સેવાભક્તિ કરવી એ સમકિતીનું ભૂષણ છે. જેવી રીતે રાજાની સેવા કરતાં રાજ્યસુખોની પ્રાપ્તિ થાય છે. તેવી રીતે ચતુર્વિધ સંઘતીર્થની સેવા પણ મુક્તિદાયક નીવડે છે. તીર્થ સેવકોનું કર્તવ્ય છે કે સાધુ સાધ્વીના અનન્યભાવે ભક્તિ કરે, ગુણગ્રામ કરે, યથોચિત્ત નિર્દોષ સ્થાનક, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધોપચાર આદિ જે જોઈએ તે સ્વંય આપે. અન્ય પાસેથી અપાવે. વ્યાખ્યાન શ્રવણ કરી હૃદયમાં ધારે, યથાશક્તિ વ્રત નિયમ સ્વયં કરે, અન્ય પાસે કરાવે. તન, મન, ધનથી યથોચિત્ત ધર્મોન્નતિ સ્વયં કરે અને અન્ય પાસે કરાવે. ચોથા આરામાં સાધુઓ ગામ બહાર ઊતરતા હતાં, ત્યાં પણ લોકો ધર્મલાભ લેવા જતા હતા, સર્વસ્વનું બલિદાન કરી ધર્મોન્નતિ કરતાં હતા, પરંતુ આજના જમાનામાં કેટલાક ભારેકર્મી જીવો એવા છે કે, ઘરની નજીકમાં ઊતરેલા સાધુનાં દર્શન કે વાણી શ્રવણનો લાભ પણ લઈ શકતા નથી. કહ્યું છે કે – “પુણ્યહીન પામે નહીં ભલી વસ્તુનો જોગ; દ્રાક્ષ પાકી ત્યાં થયો કાગ કંઠમાં રોગ” અર્થાત્ જ્યારે દ્રાક્ષ પાકે છે ત્યારે કાગડાને કંઠમાળનો રોગ થાય છે તેથી તે દ્રાક્ષ ખાઈ શક્તો નથી, પણ લીંબોળીઓ પાકે ત્યારે તે નીરોગી થઈ જાય છે. તેવી રીતે હે ભાઈઓ! ધન સંપદાદિનો યોગ તો અનંત વાર મળી ગયો છે અને ફરી પણ મળશે, પરંતુ મુનિદર્શનનો યોગ મળવો મહામુશ્કેલ છે. સુંદરદાસજીએ સત્ય જ કહ્યું છે કે - ૨૯૬ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy