SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ બેસે છે. માટે હે ભવ્યો ! દેહ, ધન, યશ અને સુખાદિની પ્રાપ્તિ તા અનંતીવાર થઈ ગઈ છે. તેનાથી જીવની કશી ગરજ સરી નહીં પરંતુ “અદ્વી પરમ ટુર્નાહા !' એક શ્રદ્ધા જ પરમ દુર્લભ છે. કરણી કરવામાં તો મહાપરિશ્રમ વેઠવો પડે છે, તે તો કરી લો છો પણ વગર પરિશ્રમ પ્રાપ્ત થઈ શકે એવી શ્રદ્ધા રાખવામાં શિથિલ બની જાઓ છે, એ ઘણા ખેદની વાત છે. માટે ચેતો અને સદભાગ્યોદયથી પ્રાપ્ત થયેલા સત્યધર્મ પર નિશ્ચલ શ્રદ્ધાવાનું રહી ધન, સ્ત્રી, પુત્ર, વિશાદિની સ્પૃહા છોડો. શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ કરણી કરી તેનું મહાન ફળ મોક્ષને નજીક લાવનારું ફળ પ્રાપ્ત કરવા ઉઘુક્ત બનો. ઉપરોક્ત (૧) શમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા અને (૫) આસ્થા આ પાંચ લક્ષણ જેનામાં હોય તેને સમકિતી જાણવો. આ લક્ષણોથી પોતે પોતાની આત્યંતર ભાવે પરીક્ષા કરી શકે છે કે મને સમકિત થયું છે કે નહિ. સાતમે બોલે ભષણ - પાંચ આભૂષણોથી જેમ મનુષ્યો શોભે છે તેમ નીચે દર્શાવેલા પાંચ પ્રકારના ગુણરૂપ ભૂષણોથી સમકિતી શોભે છે. (૧) ધર્મમાં કુશળ હોય : ધર્મમાં કુશળતા ૩૨ સૂત્રના જ્ઞાનથી આવે છે. કુશળતા પૂર્વક કરાયેલું દરેક કાર્ય સારું હોય છે. ડાહ્યો માણસ કોઈપણ પ્રવૃત્તિ હાથ ધરતા પહેલાં તે સંબંધીનું આવશ્યક જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને માર્ગમાં આવતી મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી તેને પાર પહોંચાડે છે. કોઈ ડગાવ્યો ડગતો નથી. તેવી જ રીતે, સમકિતી પણ ધર્મકાર્યને તથારૂપ તથા યથાર્થ ફલદાયી બનાવવાને માટે પ્રથમ તો ગીતાર્થ ગુરુ આદિની પાસેથી તદ્વિષયક જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મકાર્યમાં કુશળ બને છે અને પછી તે જ્ઞાનના પ્રભાવથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધર્મને પ્રદીપ્ત કરવા માટે અનેક નવી યુક્તિઓની યોજના કરે છે. ઉપદેશમાં, વ્રતમાં, તપાદિમાં કૌશલ્ય (ચતુરાઈ) બતાવી અન્ય અનેક શ્રી જૈન તત્ત્વ સાર ૨૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy