SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ છે. છતાં હજી સુધી તેને કશું ફળ પ્રાપ્ત થયું નહિ, તો મને શું થવાનું હતું? આવા આવા વિચાર કરવા તેનું નામ વિતિગિચ્છા દોષ. આવું વિચારનારાઓએ સમજવું જોઈએ કે, કરણી કદાપિ વાંજણી હોતી નથી. સારી કે માઠી દરેક કરણીનાં સારાં કે માઠાં ફળ તેનો કાળ પરિપકવ થયે અવશ્ય મળવાનાં, રોગી ઓસડ પીએ છે કે તરત આરામ થતો નથી, પરંતુ નિયમસર કેટલોક કાળ તેનું સમયસર સેવન કરતો રહે અને પથ્ય બરાબર પાળે તો તેને ગુણકારી નીવડે છે. તો હે ભવ્યો! વિચાર કરજો કે થોડા જ કાળથી ઉત્પન્ન થયેલાં રોગનો નાશ તત્કાળ કેમ થઈ શકે? જેઓ શ્રદ્ધાપૂર્વક ધર્મકરણીરૂપ ઔષધનું સેવન કરી, દોષ ત્યાગ રૂપી પથ્યનું પાલન કરતાં રહેશે, તેમને તેનું ફળ સુખ સંપદાની પ્રાપ્તિરૂપ કાલાંતરે અવશ્ય મળશે. આગ્રાદિ વૃક્ષને નિત્ય પાણી સિંચતા રહીએ, તેનું બરાબર જતન રાખીએ તો પણ ફળની પ્રાપ્તિ તો કાળ પરિપક્વ થયે જ થાય છે. આંબો રોપીને તરત જ ફળ ખાવાની ઇચ્છા તો મૂર્ખ સિવાય બીજું કોણ કરશે? મહા પરિશ્રમે ખેતરને ખેડી શુદ્ધ કરી તેમાં વાવેલું બીજ પણ કાલાંતરે જ ફળદાયી નીવડે છે. તેવી જ રીતે, કરણીનાં ફળ પણ અબાધાકાળ પરિપક્વ થયા બાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. ઉવવાઈ સૂત્રના ઉત્તરાર્ધમાં પણ ભગવાને કરણીના ફળ બતાવ્યા છે. જેવી કરણી તેવી ભરણી, જેવું કામ તેવું દામ મળે છે. જિનાજ્ઞાનુસાર કરણી કરવાથી ભવભ્રમણ ઘટે છે. શુભકરણીથી પુણ્યની પ્રપ્તિ થાય છે. તે જ પ્રમાણે અશુભ કરણીથી પાપની વૃદ્ધિ થાય છે. માટે આસ્તિક બનીને વિતગિચ્છા દોષથી સમ્યકત્વને દૂષિત ન કરશો. જિનાજ્ઞાનું આરાધન કરતા રહેશો તો પરમ સુખી થશો. (૪) પરપાસંડ પ્રશંસા : પર એટલે જૈન સિવાયના બીજા ૩૬૩ પાખંડી મતની સારંભી ક્રિયા, મિથ્યાડંબર, અજ્ઞાનકષ્ટ આદિની પ્રશંસા મહિમા સમકિતી કદાપિ કરે નહિ, કારણ કે સારંભી ક્રિયાની અનુમોદનાથી પણ પાપના ભાગીદાર થવાય છે, એટલું જ નહિ પણ અન્ય અનેક ધર્મી જીવોના પરિણામ અસત્ય ધર્મ તરફ ઢળે છે અને આ રીતે તે સમકિતનો ઘાતક અને મિથ્યાત્વનો પોષક બને છે. માટે આવું દૂષણ સેવી આત્માને દોષિત કરવો નહિ. શ્રી જૈન તત્ત્વ સાર ૨૮૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy