SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ઇત્યાદિ કૃત્યોમાં ધર્મ માને તે મિથ્યાત્વ. જ્યાં યોગની પ્રવૃત્તિ છે ત્યાં આશ્રવ તો અવશ્ય હોય છે અને યોગની પ્રવૃત્તિ વિના ધર્મારાધન થવું પણ મુશ્કેલ છે. આવા સ્થાનમાં આસવ રૂપ અધર્મને, ધર્મરૂપે શ્રદ્ધવો તે મિથ્યાત્વથી આત્માની રક્ષા કેવી રીતે થઈ શકે એ વિચારણીય પ્રશ્ન છે. પરંતુ શુધ્ધ શ્રધ્ધાવંતની દૃષ્ટિ વ્યાપારી જેવી હોય છે. ખર્ચ કરવામાં વ્યાપારી ખુશી તો ન હોય પરંતુ ખર્ચ કર્યા વિના વેપાર ચાલતો નથી. અને વેપાર કર્યા વિના કમાણી થવાનો સંભવ નથી. તેથી કમાણી કરવા માટે ખર્ચ કરવું પડે છે ત્યારે થોડે ખર્ચે કામ સરતું હોય ત્યાં વિશેષ ખર્ચ કરતા નથી, અને છેવટે નફા તોટાનું સરવૈયું કાઢી ખર્ચથી લાભ અધિક થયો હોય તો આનંદ પામે છે. તેવી જ રીતે ધર્માત્માઓને ધર્મ વૃધ્ધિનાં કામ કરતાં ગમનાદિ ક્રિયારૂપ ખર્ચ થાય છે, પણ તેમાં ખુશી માનતા નથી તેને તો પાપ જ માને છે. અને જે આત્મગુણોની વૃધ્ધિ, ધર્મોન્નતિ, સ્વ-પર આત્માના ઉપકાર લાભ થાય છે. તેમાં ધર્મ માને છે. આવી શુધ્ધ શ્રધ્ધા રાખવાથી આ મિથ્યાત્વથી બચી શકાય છે. આ બાબતનો ખુલાસો “જતનાથી ચાલવું, ઊઠવું, બેસવું, સૂવું વગેરે સર્વ ક્રિયા જતનાથી કરવી” ના પાઠથી થઈ જાય છે. વળી ૧૧,૧૨,૧૩ ગુણસ્થાને ફકત ઇરિયાવહી ક્રિયા છે. ૭માંથી ૧રમાં ગુણસ્થાન સુધી ધ્યાનસ્થ અવસ્થા છે. છાસ્થનો અને કાયાનો વ્યવહાર સામાન્ય રીતે છઠ્ઠા ગુણસ્થાન સુધી છે. આ બધું સમજાય તો બધો ભ્રમ આપોઆપ મટી જાય, પણ જેને કરવું નથી કંઈ અને વાતો ક્યાંયની ક્યાંય લઈ જવી છે તે એક જાતનો વાણીનો વિલાસ છે. (૧૪) સાધુને અસાધુ શ્રદ્ધે તો મિથ્યાત્વઃ પાંચ મહાવ્રત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયોની ઉપશાન્તતા, જ્ઞાન, ધ્યાન, ત્યાગ, વૈરાગ્ય દમિતાત્મા ઇત્યાદિ સાધુના જે જે ગુણો શાસ્ત્રમાં કહ્યા છે એવા ગુણોએ કરી યુક્ત સાધુઓને, મિથ્યા મોહોદયથી કુગુરુના ભરમાવવાથી, વિવેકહીન અને મતાગ્રહી મનુષ્યો અસાધુ કહે છે. પ્રભુના ચોર કહે છે, ઢીલા, પાસત્થા, અથવા મેલાઘેલા આદિ અપશબ્દોથી ઉપહાસ કરે છે. નિંદા કરે છે. ગચ્છમમત્વ અને સંપ્રદાયના મોહને લીધે પોતાના મતને જ સત્ય માની અન્યની નિંદા કરે છે વંદણા નમસ્કાર કરવાથી કે આહાર પાણી આપવાથી શ્રી જૈન તત્ત્વ સાર ૨૫૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy