________________
દેવે ધર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવ્યું છે :
'
से बेमि जेय अतीता, जे य पड्डप्पन्ना, जे य आगमिस्सा, अरहंता भगवंता, सव्वे ते एवमाइक्खंति, एवं भासंति एवं पण्णविंति एवं परुवेंति सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता, ण हंतव्वा ण अज्जावेयव्वा ળ પèિત્તત્વા, ા પરિયાવેયન્ના, ૫ ઉદ્ધેયના । ઇસ ધમ્મ મુદ્ધે પિતિ", सासए, समिच्च लोयं खेयन्नेहिं पवेइए, तं जहा उट्ठिएसु वा अणुट्ठिए वा, उवरयदंडेसु वा, अणुवरयदंडेसु वा, सोवहिएसु वा अणोवहिएसु वा, संजोगरएसु वा, असंजोगरएसु वा, तच्चं चेयं तहा चेयं अस्सिं चेयं પવુ—રૂં ।
અર્થ : શ્રી સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબુ ! જે અરિહંત ભગવંતો પૂર્વે થઈ ગયા છે. વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે બધાયનું એમ જ કહેવું છે કે, કોઈ પણ પ્રાણી (દ્વિન્દ્રિયાદિ) ભૂત (વનસ્પતિ) જીવ (પંચેન્દ્રિય) અને સત્ત્વ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ) એ સર્વે પ્રકારના જીવોની હિંસા કરવી નહિ. તેમના પર હુકૂમત ચલાવવી નહિ. તેમને કબ્જે કરવાં નહિ, તેઓને મારી નાખવાં નહિ અને તેઓને હેરાન કરવાં નહિ. આવો પવિત્ર અને શાશ્વત ધર્મ જગતનાં દુ:ખોને જાણનાર ભગવાને, સાંભળવા તૈયાર થયેલાઓને, નહિ થયેલાઓને, મુનિઓને, ગૃહસ્થોને રાગીઓને, ત્યાગીઓને, ભોગીઓને તથા યોગીઓને બતાવ્યો છે.
આવો પરમ હિતકારી સદા આદરણીય અહિંસા ધર્મ છે. તેને મિથ્યાત્વ મોહનીયના ઉદયથી કુગુરુઓના ઉપદેશથી ભ્રમમાં પડીને અધર્મ કહે. જીવોની રક્ષા કરવામાં, દયા પાળવામાં, મરણાભિમુખ થયેલા જીવોને બચાવવામાં છોડાવવામાં પાપ સમજે, ‘જીવ મારવામાં એક પાપ; બચાવવામાં ૧૮ પાપ’ આવી આવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરો; ખોટા હેતુ દષ્ટાંત આપી અંતઃકરણ માંથી સમ્યત્વનો ખાસ ગુણ જે અનુકંપા છે તેને જ અળગો કરે તેને અને તેના અનુયાયીઓને મિથ્યાત્વી જાણવા.
(૧૩) અધર્મને ધર્મ શ્રદ્ધે તો મિથ્યાત્વ : ઉપરોક્ત ધર્મનાં લક્ષણોથી જે ઊલટાં કૃત્યો અર્થાત્ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વની હિંસાના કાર્યો, હોમ હવન, યજ્ઞ, કન્યાદાન, ઋતુદાન નૃત્ય ગાનતાન નાટક, તમાશા, રાસ રમવા,
મિથ્યાત્વ અધિકાર
|૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org