________________
આપને ધન્યવાદ છે.
(૩) અષાડાચાર્ય : અષાડાચાર્યજી અલ્પજ્ઞ શિષ્યોને છોડી આયુષ્ય પૂર્ણ કરી દેવતા થયા અને પુનઃ પોતાના મૃતક શરીરમાં પ્રવેશ કરી શિષ્યોને ભણાવ્યા પછી શરીર છોડી સ્વર્ગમાં જતી વખતે ભેદ ખુલ્લો કરી દીધો. આથી શિષ્યો શંકાશીલ બની ગયા કે અરે ! આટલા દિવસ આપણે અવ્રતી દેવને નમસ્કારાદિ ક્ય, કદાચ બીજા સાધુઓના શરીરમાં પણ દેવતાનો વાસ હોય. આમ વિચારી બધા સાધુઓથી વંદના વ્યવહાર બંધ કરી દીધો. એ ત્રીજા નિcવ થયાં.
(૪) રોહગુપ્તઃ શ્રી ગુપ્તાચાર્યના શિષ્ય રોહગુપ્ત કોઈક વાદીની સાથે ચર્ચા કરતા હતા. ચર્ચા દરમ્યાન પેલા વાદીએ જીવરાશિ અને અજીવરાશિ એમ બે રાશિની સ્થાપના કરી. તે વખતે શ્રી રોહગુપ્તજી સૂતરના એક દોરાને વળ ચડાવી તે દોરો નીચે મૂકી ચર્ચા કરનારને પૂછ્યું કે આ દોરો કઈ રાશિ? જીવરાશિ કે અજીવરાશિ ? જો તમે જીવરાશિ કહેશો તો સૂતર એ અજીવ પદાર્થ છે. જો તમે અજીવ રાશિ કહેશો તો આ અજીવ સૂતર આ પ્રમાણે હલનચલન કેમ કરે છે ?
એ પ્રમાણે સાંભળી તેમ જ સૂતરના દોરાને જોઈ ચર્ચા કરનાર ચૂપ રહ્યો ત્યારે શ્રી રોહગુપ્તજી બોલ્યો કે, ભાઈ આ સૂતરનો દોરો છે. તે જીવરાશિ કે અજીવ રાશિ ન કહેવાય પણ “જીવાજીવ” નામની ત્રીજી રાશિમાં ગણાય. એ પ્રમાણે વાદીને ચર્ચા કરનારને) હરાવીને પોતાના ગુરૂજી પાસે આવ્યા ચર્ચામાં જીત્યાની તમામ વાત ગુરુજીને કરી. ગુરુજીએ કહ્યું શ્રી મહાવીર ભગવાને જીવરાશિ અને અજીવ રાશિ એમ બે રાશિ જ શાસ્ત્રમાં ફરમાવી છે. અને તમે આ પ્રમાણે સ્વકલ્પિત ત્રીજી રાશિ સ્થાપી તે મિથ્યા હોવાથી સભાની સમક્ષ “મિથ્યા મે દુષ્કૃત”લો.
શ્રી રોહગુપ્તજીએ માન મગરૂરીને વશ થઈ પોતાની હઠ છોડી નહિ અને “મિચ્છામિ દુક્કડ” ન લીધું તેથી તેઓ નિન્દવ ગણાયા
(૫) શ્રી ધનગુપ્તાચાર્યનાં શિષ્ય એવી વાત સ્થાપી કે “એક સમયમાં બે ક્વિા લાગે છે.” જેમકે કોઈ મનુષ્ય નદી ઊતરે છે. હવે તે વખતે તેના પગ તો નીચે નદીના ઠંડા પાણીમાં શીતળતા ભોગવે છે અને માથા પર સૂર્યનો
| રિ૫૬
મિથ્યાત્વ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org