SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યે એક પ્રદેશ પ્રમાણ આત્મા પ્રરૂપ્યો તે ઓછી પ્રરૂપણા કહેવાય. પોતાના મતથી મળતાં ન થાય તેવાં વચનોને ઉડાવી દે, પલટાવી દે, મનમાન્યા અર્થ કરે તે પણ મિથ્યાત્વ છે. (૧૦) જિનવાણીથી અધિક પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વઃ જેમ કેટલાંક આત્માને સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપેલો માને છે વળી, કેટલાક સાધુનાં ધર્મોપકરણોને પરિગ્રહ કહી એવું પ્રરૂપે છે કે સાધુઓએ નિર્વસ્ત્ર જ રહેવું જોઇએ. એમ કહે. તેમ જ શ્રી મહાવીર પ્રભુના ૭૦૦ કેવળી શાસ્ત્રમાં કહ્યાં છે. તેને બદલે અધિક કહે અર્થાત્ ૧૫OO તાપસીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું ઇત્યાદિ શ્રધ્ધા કરે તે અધિક પ્રરૂપણા તે પણ મિથ્યાત્વ છે. (૧૧) જિનવાણીથી વિપરીત પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ : વીતરાગ પરમાત્માએ કેવળજ્ઞાન કેવળદર્શન દ્વારા જે સત્ય વાતો કહી છે તેને જુદી જ રીતે રજૂ કરી પોતાના મતનું સ્થાપન કરવું જેમ કોઈ મુહપત્તી આદિ ઉપકરણને વિપરીત રીતે રાખે. વળી કેટલાંક મતવાળા કહે છે કે આ દુનિયા બ્રહ્માએ બનાવી છે, વિષ્ણુ તેનું પાલન કરે છે. અને મહેશ (શંકર) તેનો સંહાર કરે છે. આમ કહી માણસોને ઉંધા-૨વાડે ચડાવે છે. વીતરાગ પુરુષો કહે છે કોઈએ સૃષ્ટિ રચી નથી. સંસારતો અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે. આવે છે અને આવતો રહેશે આત્મા જ કર્મનો કર્તા છે અને ભોક્તા છે. આ સત્યને હદયમાં ધારો અને સાચી શ્રધ્ધા રાખો. હેતુઓથી કદાપિ ભ્રમમાં પડો નહિ. સત્યનો સ્વીકાર કરો અને પરભવ છે એમ નિશ્ચયથી માનો. સાત નિહર્નવ જિનપ્રણિત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણા કરનાર ૭ નિન્દવો પ્રાચીનકાળમાં થઈ ગયા છે. એ બાબતની ટૂંકમાં હકીકત ઉવવાઈ સૂત્રમાં વર્ણવી છે. ' (૧) જમાલી : શ્રી મહાવીર પ્રભુના શિષ્ય જમાલી પોતાના ૫00 શિષ્યસહિત વિચરતા હતા. તેમને એકદા તાવ ચડી આવ્યો એટલે શિષ્યોને કહ્યું મારા માટે પથારી બિછાવો. શિષ્ય પથારી કરવા લાગ્યા. એટલામાં જમાલીએ પૂછયું પથારી બિછાવી ? શિષ્ય કહ્યું, હાં, બિછાવી જમાલી જઈને જુએ તો પૂરી બિછાવેલી નહિ તેથી શિષ્યને પૂછ્યું તું જૂઠ કેમ બોલ્યો ? ૨પ૪ મિથ્યાત્વ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy