SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાનવાદી કહે છે જ્ઞાન તો સાવ ખોટું છે કારણકે જ્ઞાનમાં વિવાદ થાય છે. એમાં સામા પક્ષવાળાને ખોટુ ચિંતવવું પડે છે તેનું પાપ લાગે છે. જ્ઞાની તો ડગલે પગલે ડરે છે તેથી તેને દરેક વખતે કર્મબંધ પડયે જ જાય છે. અમે અજ્ઞાનવાદી તો સારા છીએ. જાણવું નહિ અને તાણવું નહિ. ન સાચું ન ખોટું, પુણ્ય પાપમાં સમજતા પણ નથી. એટલે અમને પણ દોષ ન લાગે. આવા અજ્ઞાનવાદીને એટલું પુછીએ તમે જે બોલો છો તે જ્ઞાન હોવાથી બોલો છો કે અજ્ઞાનતાથી ? જો જ્ઞાનથી બોલો તો તમારો મત ખોટો પડે અને અજ્ઞાનતાથી બોલો તો અજ્ઞાનથી ઉત્તર જ શી રીતે દેવાય? ઉત્તર આપે તો અપ્રમાણ છે. અણસમજથી પાપ કરીએ છીએ જેથી અમને પાપ લાગતું નથી. તો અજ્ઞાનપણે ઝેર ખાઓ છો તો ઝેર ચડે કે નહિ? જો ઝેર ચડે તો અજ્ઞાનતાથી કરેલું પાપ લાગે અને તેના કડવા ફળ પણ ભોગવવા પડે માટે જ્ઞાનીને અજ્ઞાની કરતાં વધુ પાપ લાગે છે. જ્ઞાની ભૂલ કરશે તો પ્રાયશ્ચિત્ત લઈ શુધ્ધ થઈ જશે જ્યારે અજ્ઞાની તો સંસાર સાગરમાં ડૂબી જશે. માટે અજ્ઞાનવાદી છોડી જ્ઞાનવાદી બનવાની જરૂર છે. (૪) વિનયવાદી : તેના ૩ર મત છે. (૧) સૂર્યનો (૨) રાજાનો (૩) જ્ઞાનીનો (૪) વૃધ્ધનો (૫) માતાનો (૬) પિતાનો (૭) ગુરુનો (૮) ધર્મનો વિનય એ આઠે વિનયને મનથી રૂડા જાણે, વચનથી ગુણગ્રામ કરે, કાયાથી નમસ્કાર કરે અને બહુમાન પૂર્વક ભક્તિ કરે. એ રીતે ૩૨ ભેદ થાય છે. વિનયવાદીનો મત છે બધાંય ગુણોમાં વિનય ગુણ શ્રેષ્ઠ છે. નમીને રહેવું ગમે તેવા હોય આપણે એક સરખા ગણવા. ભેદભાવ ન રાખવો. એ વિનયવાદી “અનાભિગ્રહિક મિથ્યાત્વી” જાણવો. એ પ્રમાણે ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭, અને વિનયવાદીના ૩૨ એમ કુલ ૩૬૩ પાખંડી મત એકાંત પક્ષના થયા. એને માને તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ જાણવું. જે ધર્મમાં હિંસાદિ રહેલ છે, યજ્ઞાદિ રહેલ છે તેની પ્રસંશા કરે અને મોક્ષની ઇચ્છાથી ધર્મ કરે તે કુબાવચનીક ધર્મગત મિથ્યાત્વ છે. (૯) જિનવાણીથી ઓછી પ્રરૂપણ કરવી તે મિથ્યાત્વઃ કોઈ કહે છે કે, આત્મા તલ કે સરસવ જેવડો છે, કોઈ અંગૂઠા પ્રમાણ કહે છે. તિષ્યગુપ્ત શ્રી જૈન તત્વ સાર રપ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy