________________
આ જગતમાં કોઈ સુખી, દુઃખી, સારો, નરસો પંડિત અભણ, રોગી, નિરોગી, ક્ષમાવંત, ક્રોધી વગેરે જે જે દેખાય છે તે પોત પોતાના કર્મના લીધે જ છે. કર્મના કારણે મહાપુરુષોને અનેક કષ્ટો આવ્યા કર્મ દૂર થાય તો જ મોક્ષ થાય માટે મારો મત સાચો છે. એકાંત કર્મવાદ પણ મિથ્યા છે પાંચે સમવાય જોડવાથી જ સ્યાદ્વાદ પ્રરૂપણા થાય છે.
કર્મવાદી મતને બદલે કોઈ ઇશ્વરવાદી મત સ્થાપે છે. ઇશ્વર કર્તા છે. એના હુકમ વિના પાંદડું પણ હલતું નથી. સુખ, દુઃખ, સ્વર્ગ, નરક સર્વે આપનાર અને સર્વ કાર્યનો માલિક કર્તા ઇશ્વર જ છે. જેને ઐશ્વર્ય છે તે ઇશ્વર. ઐશ્વર્ય સિધ્ધિ ૧૦ બાહ્ય પ્રાણ રૂપી બાહ્યસિધ્ધિ અને ૪ ભાવ પ્રાણરૂપી ભાવ સિધ્ધિ એટલે ઇશ્વરનો અર્થ થયો જીવ. જીવ પોતે જ કર્મનો કર્તા ને ભોક્તા છે. આવો અર્થ કરવાને બદલે મિથ્યાત્વીઓ ઇશ્વરને બીજી રીતે માને છે. તે સર્વથા મિથ્યાત્વ છે.
(૫) ઉદ્યમવાદીઃ (પુરુષાર્થવાદી) ઉદ્યમથી જ તમામ બને છે આગળના ચારથી કાંઈજ બનતું નથી એમ ઉદ્યમવાદી કહે છે. કર્મ તો નિર્બલ જડ છે. તેનાથી કાંઈ જ બનતું નથી એમ ઉદ્યમવાદી કહે છે. પુરૂષની ૭ર તથા સ્ત્રીની ૬૪ કળા ઉદ્યમ કરવાથી જ આવડે છે. નિરૂઘમી ભૂખે મરે છે. પરંતુ એ પાંચેનો સંગમ થયા વિના અજર, અમર સુખનો ભોકતા બની શકતો નથી કોઈ દરિદ્ર ઘણો ઉદ્યમ કરે છતાં પણ દરિદ્રપણું ટળતું નથી. પરંતુ કાળ સ્વભાવ, નિયત કર્મ ભેગા થાય, એક મિનિટમાં જ સર્વ દરિદ્રતા ટળી જાય છે.
આ પાંચે સમવાય પોત પોતાની એક એક બાબતને ગ્રહણ કરી તાણે છે માટે એ પાંચે એકાંતવાદી કુપ્રવચન ધર્મગત મિથ્યાત્વી છે. પરંતુ એ પાંચે સમન્વય કરે તો સમદ્રષ્ટિ થાય છે. જેમ પ્રજ્ઞાચક્ષુઓ હાથી પાસે જઈ એક એક અંગ પર હાથ ફેરવી બોલે છે હાથી થાંભલા જેવો સૂપડા જેવો, વગેરે એકાંતે મિથ્યા છે. પણ બધા અંગોનો સમન્વય કરવામાં આવે તો હાથી છે. એમ કહેવાય.
આ પાંચ સમવાયના સંયોગથી વિવિધ પ્રકારના ૫૬૩ ભેદ પાખંડીના થાય છે. પાખંડી મતના મૂળ પ્રકાર ચાર છે. (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી (૪) વિનયવાદી.
(૧) ક્રિયાવાદી ના ૧૮૦ પ્રકારના મત થાય છે. પાંચ સમવાયને સ્વ
શ્રી જૈન તત્ત્વ સાર
૨૫૧
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org