________________
(૧) કાળવાદી : આ જગતના સર્વ પદાર્થો કાળના કન્જામાં છે. એટલે સર્વ પદાર્થો પર કાળનું અધિપતીપણું છે. કાળ સૌના કર્તાહર્તા ભર્તા છે. બાળકની યોગ્ય ઉમર થશે ત્યારે ચાલવા સમજવા માંડે છે. યુવાન વય આવતાં જ તરવરાટ જાગે છે. વૃધ્ધાવસ્થામાં જ ઇન્દ્રિયો શિથીલ બને છે. કાળ પૂર્ણ થશે ત્યારે મૃત્યુને વશ થશે.
નાનકડા બીજમાં પણ કાળ પરિપક્વ થાય ત્યારે જ અંકુર ફૂટે છે. પાંદડા આવે છે. અને કાળ પૂર્ણ થતાં સડી બગડી જાય છે.
સૂર્ય અને ચન્દ્ર પણ સમય થતાં ઉદય અને અસ્ત થાય છે. આવા મતને પ્રતિપાદન કરનારો કાળવાદી કહે છે કાળને જ કર્તા માનો. એકાંતકાળવાદી મિથ્યાત્વી છે. પણ કાળને બીજા સમવાય સાથે મેળવે તો તે સ્યાદ્વાદી સમકિતી છે.
(૨) સ્વભાવવાદી : જે કાંઈ જોવા મળે છે તે સ્વભાવથી જ થાય છે સ્વભાવ હોય તો જ કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ થઈ શકે છે. તણખલાને કોઈ ઉગાડવા નથી જતું પણ પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. સ્વભાવથી જ આવે છે, જાય છે રહે છે તેને સ્વભાવવાદી કહેવાય છે.
(૩) નિયતિવાદી ઃ એ કહે છે કે કાળવાદી અને સ્વભાવવાદી ? તમે બંને જૂઠા છો. તમારાથી કાંઈ પણ બનતું નથી જેમ બનનાર હોય તેમ જ બધા કામો બન્યા કરે છે. વસંતઋતુમાં આંબાના ઝાડને પુષ્કળ મોર આવે છે. છતાં મોર પ્રમાણે ફળ થતાં નથી જેટલી કેરી થવાની છે તેટલી જ થાય છે. ગમે તેટલા પ્રયત્ન કરો પણ બનનાર વાતને કોઈ મિથ્યા કરી શક્યું નથી. રાવણને ઘણો સમજાવ્યો છતાં બનવાનું હતું તે જ બનીને રહ્યું.
નિયતિ સત્ય છે અને બધાને છોડી તેને જ માનવું તે એકાંત નિયતિવાદી મિથ્યાત્વી છે. પણ નિયતિનો બીજા સમવાય સાથે યોગ્ય રીતે સમન્વય કરનાર સમકિતી છે.
(૪) કર્મવાદી કર્મવાદી ઉપરના ત્રણેને જૂઠા કહીને કહે છે કે ત્રણથી કિંઈ જ થતું નથી પણ પોતાના કરેલા કર્મના ફળ પ્રમાણે જ બધું થાય છે જેવું કર્મ કર્યું હોય તે જ ફળ મળે છે. જેવી કરણી તેવી ભરણી વાવે તેવું લણે, કરે તેવું પામે.
૨૫o , મિથ્યાત્વ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org