SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પાર પહોંચી શકતા નથી. જો બધા ધર્મ એક સરખા હોય તો આટલો ભેદ શા માટે છે? માટે દીર્ઘદ્રષ્ટિથી વિચારવું. જ્યાં સર્વ માન્ય હોય તેને સાચો ધર્મ ગણવો. અહિંસા, સંયમ, તપ ઉપર જે ધર્મ ચાલે છે તે જ ઉત્તમ છે. માટે સત્યાસત્યનો નિર્ણય કરવો અને અનાભિગ્રહિક મિથ્યાત્વનો ત્યાગ કરવો. (૩) આભિનિવેશિક મિથ્યાત્વઃ કેટલાંક હઠાગ્રહી લોકો પોતાના મનમાં બધું સમજે છે કે સાચું શું? અને ખોટું શું? તે બરાબર જાણે છે પરંતુ અહંકાર ને વશ થઈ પોતાની વાતને ત્યાગી શકતા નથી. પરંતુ વાતને સિધ્ધ કરવા માટે ગમે તેટલું કપટ કરવું હોય તો તૈયાર થઈ જાય છે. અનેક પ્રકારના કુતર્કો ખોટી રચના દ્વારા પોતાના કુમતને સ્થાપે છે. ગોશાળા જેવા એ પોતાના મતનું સ્થાપન કરવા માટે ભગવાન મહાવીર ઉપર પણ તેનો લેગ્યા છોડી હતી. આવા માણસો નાવમાં પડેલા કાણાની માફક પોતે તો ડૂબે છે, પણ અનુયાયીઓને પણ ડુબાડી દે છે. મિથ્યાભાવ, મિથ્યાવચન, ખોટીક્રિયાને કુતર્કોથી પોષવી, શાસ્ત્રના અર્થ મરજી પ્રમાણે કરી હિંસાને પોષવી તે આભિનિવેશિક મિથ્યાત્વ. (૪) સાંશયિક મિથ્યાત્વઃ વીતરાગ વાણીની ગહન વાતો સમજણમાં ન આવતા અને બીજા આધુનિકતાની વાતો કરતા મનમાં બરાબર ઠસી જાય અને સાચી માને વીતરાગની વાણી ઉપર સંશય લાવે છે જે વાત કહી તે સાચી હશે કે ખોટી? ભલા ! માણસોને અસત્ય માર્ગે વાળવાથી ભગવાનને શું મળવાનું છે? આટલો શુભ વિચાર કરી શ્રધ્ધાને કેળવે. સમુદ્રનું પાણી લોટામાં શી રીતે સમાય? આ પ્રમાણે વિચારણા કરી સાંશયિક મિથ્યાત્મનો ત્યાગ કરવો. (૫) અનાભોગ મિથ્યાત્વ : અનાભોગ મિથ્યાત્વ અણસમજથી, અજ્ઞાનપણાથી લાગે છે. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને આ મિથ્યાત્વ નિરંતર હોય છે. ઘણા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો અજ્ઞાનતાના કારણે ધર્મ-અધર્મ, તત્ત્વઅતત્ત્વમાં કાંઈ સમજતા નથી. ઉપરના ચાર મિથ્યાત્વ કરતાં આ પાંચમાં મિથ્યાત્વવાળા જીવો વધારે છે. (૬) લૌકિક મિથ્યાત્વ : (૧) આ ભવમાં પુત્ર, પુત્રી, સગાં, સંપત્તિ વગેરે પૌદ્ગલિક સુખની લાલચે દેવોની પૂજા કરે છે. બલી ચડાવે છે માનતા માને છે તે લૌકિક દેવગત મિથ્યાત્વ. શ્રી જૈન તત્ત્વ સાર ર૪૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy