SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) અણાઇયા સપwવસિયા (અનાદિ સાંત)ઃ સંસારી જીવો અનાદિ મિથ્યાત્વી હોવાથી જેના મિથ્યાત્વની આદિ તો નથી, પરંતુ કેટલાક ભવ્ય જીવો સમ્યત્વ પ્રાપ્ત કરવાને યોગ્ય હોવાથી મિથ્યાત્વનો અંત કરે છે. (૩) સાઇયા સપજ્જવસિયા : જે સમ્યકત્વ પ્રાપ્ત કરી પછી પડિવાઈ થઈ જાય છે. એટલે પુનઃ મિથ્યાત્વી થાય છે તેનું મિથ્યાત્વ આદિ અને અંત સહિત હોય છે. મિથ્યાત્વના સ્વરૂપને વિસ્તારથી સમજવા માટે તેના ૨૫ પ્રકાર કહીએ છીએ. |મિથ્યાત્વના પચ્ચીસ પ્રકાર | (૧) અભિગ્રહિક મિથ્યાત્વ: પોતાના ધ્યાનમાં આવે તે સાચું બાકી બધું ખોટું આવું માની પોતાની શ્રધ્ધાથી ભ્રષ્ટ ન થાય માટે સરુનો સમાગમ પણ કરતા નથી. હઠાગ્રહી બને રૂઢિથી ચાલ્યા આવતાં માર્ગમાં મગ્ન રહે છે કોઈ સત્ય ધર્મની સમજણ આપે તો કહે “બાપ દાદાનો ધર્મ શી રીતે છોડીએ ?” પરંપરાને વળગી રહે છે. મોહનીય કર્મની શક્તિ ઘણી પ્રબળ છે એના કારણે જ સત્ય ધર્મની પરીક્ષા થઈ શકતી નથી મોહના કારણે બધુ વિપરીત ભાસે છે. મોહને વશ થઈ ધર્મના નામે પણ પાપ કરવામાં આનંદ માને છે. પોતાના આત્માના શુભાશુભ ભાવ તરફ નજર કરી કદાગ્રહી હઠાગ્રહી નહિ, પણ સત્યાગ્રહી બની અભિગ્રહિક મિથ્યાત્વ છોડી સત્ય ધર્મમાં પ્રવર્તવું. | (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ કેટલાંક હઠાગ્રહી નથી હોતા પરંતુ ધર્મ અધર્મ, સત્ય અસત્ય પારખવાની બુધ્ધિ જ નથી હોતી. મૂઢ બુધ્ધિવાળા હોય છે. જેથી સત્યધર્મ અને પાખંડીના ધર્મનો નિર્ણય કરી શકતા નથી. જેમ અનેક મીઠાઈમાં કડછી ફરે ખરી પણ પોતાના જડ સ્વભાવને લીધે કડછી સ્વાદની પરીક્ષા કરી શકતી નથી તેમ ભોળા માણસો એમ જ કહે છે કે પક્ષપાત કરવાની શી જરૂર છે? કોને ખબર છે ક્યો ધર્મ સાચો અને ક્યો ખોટો? તેથી અમે તો સહુના દેવ-ગુરુને વંદીશું, આરાધીશું. જેથી અમારો ઉધ્ધાર થાય. આવા વિચાર કરનારા વચમાં જ રહી જાય છે. આ પાર કે પેલે ૨૪૬ મિથ્યાત્વ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy