________________
પ્રકરણ ૪..... મિથ્યાત્વ
बुज्झिज्ज तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टई ॥
(શ્રી સૂયગડાંગ પ્રથમ શ્રુતસ્કંધ, અધ્ય. ૧ ગાથા ૧) અર્થ ઃ મનુષ્ય બોધ પ્રાપ્ત કરવો જોઈએ તથા બંધનનું સ્વરૂપ જાણી તેને તોડવું જોઈએ શ્રી વીર પ્રભુએ બંધનનું સ્વરૂપ શું બતાવ્યું છે? અને કેવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવ બંધનથી મુક્ત થઈ શકે ?
કર્મબંધનથી આત્માને બચાવવા માટે કર્મબંધનનું મુખ્ય કારણ “મિથ્યાત્વ” છે તેનું સ્વરૂપ બતાવે છે.
યોગશાસ્ત્રમાં કહ્યું કે :
"अनित्याशुचि दुःखानात्मसु नित्यशुचि सुखात्मख्यातिरविधा ।" અર્થાત્ અનિત્યને નિત્ય, અશુધ્ધને શુધ્ધ, દુઃખને સુખ અને આત્માને અનાત્મા માનવો તે જ અવિદ્યા (મિથ્યાત્વ) છે.
મિથ્યાત્વના ૩ પ્રકાર છે :
(૧) અણાઇયા અપwવસિયા (અનાદિ અનંત) : જે મિથ્યાત્વની આદિ પણ નથી અને અંત પણ નથી. અભવ્ય જીવોને એવું મિથ્યાત્વ હોય, તેમ જ અનંત ભવ્ય જીવો પણ એવાં છે કે જે અનંતાનંત કાળથી અવતાહિક (અવ્યવહાર રાશિ) નિગોદની રાશિમાં પડેલા છે. તેઓ એકેન્દ્રિય પર્યાયને છોડી હજી સુધી બેઇન્દ્રિય પણ થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ 0
2 સંસારમાં જીવો ૩ પ્રકારના છે : (૧) વંધ્યા સ્ત્રી સમાન-કે, જે પુરુષનો સંસર્ગ થવા છતાં પુત્રવતી થતી નથી તેવી જ રીતે અભવ્ય જીવો વ્યાવહારિક જ્ઞાનાદિની આરાધના કરી રૈવેયક સુધી જાય છે. પણ પાછા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ કદાપિ મોક્ષ પામતા નથી. (૨) વિધવા સ્ત્રી સમાન-વિધવાને પુત્ર પ્રાપ્ત કરવાની સત્તા તો છે, પરંતુ પુરુષના સંયોગના અભાવે પુત્ર પ્રાપ્તિ થતી નથી. જે અવકાહી નિગોદમાં રહેલા ભવ્ય જીવો છે તે તેમાંથી કદી નીકળશે જ નહિ. જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરી શકશે નહિ અને મોક્ષ પણ જશે નહિ. તેવી જ રીતે નિગોદમાંથી નીકળેલા અનંત ભવ્ય જીવો એવા છે કે જેઓ સંસારમાં પરિભ્રમણ કરતા જ રહેશે. કદાપિ મોક્ષ પામશે નહિ. (૩) સધવા સ્ત્રી સમાન-સધવા સ્ત્રી પુરુષના યોગથી પુત્રપ્રાપ્તિ કરી શકે છે. તેવી જ રીતે નિકટભવી ભવ્યજીવ જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં પણ જાય છે.
શ્રી જૈન તત્વ સાર
ર૪પ
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org