SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ जिणवयणे अणुरतो, जिणवयणं जे करन्ति भावेणं । अमला असंकिलिट्ठा, ते होंति परित्तसंसारी ॥ (ઉત્ત. અ. ૩૬ ગાથા રપ૧) અર્થ : જે કિલષ્ટ પરિણામ રહિત, નિર્મળ ભાવવાળા હોય છે તે શ્રી જિનેશ્વર પ્રણિત વચનમાં અનુરક્ત (પ્રીતિયુક્ત) બને છે. અને જિનવચનની જે આરાધના કરે છે તે સંસારનો પાર પામે છે. ૬ ૬ ૬ હે જગત્પાવન! તારા પ્રસાદરૂપી અમૃતજલની આશાથી હું તારી હજૂરમાં આવ્યો છું. ત્યાંથી ખાલી હૃદયે મને પાછો ફેરવીશ નહિ. તારી કરુણા એ જ માતાના સ્તનનું દૂધ છે, ભારતવર્ષની ભાગીરથી છે, ભક્તહૃદયનું શાન્તિસલિલ છે. તારી કરુણાના અમૃતજળમાં અવગાહન કરીને હું પાપતાપથી જરૂર મુક્ત થઈશ અને નિષ્પાપ નિર્મળ ચિત્તથી તારા શ્રીચરણમાં પ્રીતિ - પુષ્પનું નૈવેધ ધરી મારા જીવનને સાર્થક કરીશ. ફક્ત એ જ શુદ્ધાશયથી હું તારી સેવામાં હાજર થયો છું. પ્રભો ! મારી ઉપર પ્રસન્ન થઈ મારી આ મનઃકામના પૂર્ણ કરજે ! શ્રી જૈન તત્ત્વ સાર ૨૪૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy