SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નજરે પડે. (૯) સ્ફટિક રત્ન સમાન નિર્મળ દેદીપ્યમાન સિંહના સ્કંધના સંસ્થાનવાળાં અનેક રત્નોથી જડેલાં, અંધકારના નાશક પાદપીઠીકાયુક્ત સિંહાસન દેખાય છે. (૧૦) રત્નજડિત થાંભલાવાળી ઘણી ઊંચી અનેક નાની નાની ધ્વજાઓના સમુદાયથી પરિવેષ્ઠિત ઇન્દ્રધ્વજા ભગવાનની આગળ આગળ દેખાય છે. (૧૧) અનેક શાખા પ્રશાખા, પત્ર, ફૂલ અને સુગંધી છાંયાયુક્ત ધ્વજાપતાકાઓથી સુશોભિત અશોકવૃક્ષ ભગવાન ઉપર છાયા કરતો તેમનાથી બાર ગણો ઊંચો દેખાય છે. (૧૨) શરદ ઋતુના જાજવલ્યમાન સૂર્યથી પણ અત્યધિક તેજવાળું અંધકારનું નાશક પ્રભામંડળ અરિહંતની પાછળ દેખાય છે. (૧૩) અરિહંત જ્યાં જ્યાં વિહાર કરતા થકા વિચરે છે ત્યાં ત્યાં પૃથ્વી ખાડા ટેકરા રહિત સમતલ બની જાય છે. (૧૪) પ્રભુ જે માર્ગે વિહાર કરે છે તે માર્ગના કાંટા અધોમુખ થઈ જાય છે. (૧૫) શીતકાળમાં ઉષ્ણતા અને ઉષ્ણકાળમાં શીતળતાની જેમ ઋતુ સુખસ્પર્શ રૂપે બદલાય છે. (૧૬) મંદ મંદ શીતળ સુગંધી વાયુ ભગવાનથી એક યોજન ચારે તરફ પ્રસરે છે, જેથી અશુચિકારક વસ્તુઓ દૂર થઈ જાય છે. (૧૭) ઝીણી ઝીણી અને સુગંધી અર્ચત પાણીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુએ એક યોજન સુધી થાય છે. જેથી ધૂળ દબાઈ જાય છે. (૧૮) દેવતાઓએ બનાવેલાં અર્ચત ફૂલોની ઢીંચણ સુધીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુમાં એક યોજન સુધી થાય છે. (૧૯) અમનોજ્ઞ (ખરાબ) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો નાશ થાય છે. (૨૦) મનોજ્ઞ (પ્રિયકારી) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો ઉદ્ભવ થાય છે. (૨૧) ભગવાનની ચારે બાજુએ એક યોજન સુધી રહેલી પરિષદ બરાબર દેશના (વ્યાખ્યાન) સાંભળે છે. અને દેશના બધાને પ્રિય લાગે છે. (૨૨) ભગવાન દેશના અર્ધમાગધી , એટલે કે મગધ દેશની અને બીજા દેશની મિશ્રિત ભાષામાં ફરમાવે છે. (૨૩) આર્યદેશના તેમજ અનાર્યદેશનાં મનુષ્ય પશુ, પક્ષી અને અપદ (સર્પાદિ) વગેરે બધાંય ભગવાનની ભાષા સમજે છે. (૨૪) ભગવાનની દેશના સાંભળવાથી જાતીય વંર (જવું કે સિંહ અને બકરીમાં ગ્રંથમાં લખ્યું છે કે પ્રભામંડળનાં પ્રભાવથી ચારે દિશામાં તીર્થકરનાં જુદા જુદાં ચાર મુખ દેખાય છે. જેથી શ્રોતા એમ સમજે છે કે ભગવાન અમારી જ સામે જોઈ રહ્યા છે. બ્રહ્માને ચતુર્મુખી કહેવાનું એ જ કારણ જણાય છે. - "भगवं च ण अद्धमागहीइ भासाइ धम्म आएक्खई" - उववाइ सूत्र અરિહંત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy