________________
દેખે તેના નવનિકાયના દેવો જઘન્ય ૨૫ યોજન, ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. વાણવ્યંતર દેવો જઘન્ય ૨૫ યોજન ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે.
જ્યોતિષ્ક દેવો જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે, વૈમાનિક દેવો ઊંચે પોતાના વિમાનની ધ્વજા સુધી દેખે. તિચ્છ પલ્યોપમના આયુષ્યવાળા સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે , અને સાગરોપમના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે અને નીચે પહેલા બીજા દેવલોકના દેવો પ્રથમ નરક સુધી દેખે, ત્રીજાને ચોથા દેવલોકના દેવો બીજી નરક સુધી દેખે, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો ત્રીજી નરક સુધી દેખે. સાતમા આઠમા દેવલોકના દેવો ચોથી નરક સુધી દેખે, નવમાથી બારમા દેવલોકના દેવો પાંચમી નરક સુધી દેખે, નવ રૈવેયકના દેવો છઠ્ઠી નરક સુધી દેખે. •ચાર અનુત્તર વિમાનના દેવો સાતમી નરક સુધી દેખે. અને સર્વાર્થ સિધ્ધ વિમાનવાસી) દેવ સંપૂર્ણ લોકમાં કંઈક ઓછું જાણે દેખે.
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જવન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે.
સંજ્ઞી મનુષ્ય જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોક અને અલોકમાં લોક જેવડા અસંખ્યાતા ખંડ જોવાની શક્તિ છે.
(૩) સંસ્થાન દ્વાર : અવધિજ્ઞાનથી નારકી તિપાઈના આકારે દેખે, ભવનપતિ પાલા (ટોપલા) ને આકારે દેખે. વ્યંતર પડતને આકારે દેખે,
પહેલા બીજા દેવલોકના દેવો અને કિલ્વિષિક દેવો પૈકી જેમનું પલ્યોપમનું આયુષ્ય છે તે જ સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. બાકીના બધા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે.
• કોઈ સ્થળે પહેલેથી છઠ્ઠી રૈવેયક સુધીના દેવો છઠ્ઠી નરક સુધી અને ઉપલી ૩ રૈવેયકના દેવ સાતમી નરક સુધી દેખે છે એમ જણાવ્યું છે.
છે જે અવધિજ્ઞાન અંગુલનો અસંખ્યાતમો ભાગ ક્ષેત્ર દેખે છે તે કાળથી આવલિકાના અસંખ્યાતમાં ભાગના કાળની વાત જાણે છે. અંગુલનો સંખ્યાતમો ભાગ ક્ષેત્ર દેખે તે એક આવલિકાના સંખ્યામાં ભાગની વાત જાણે, એક અંગુલ ક્ષેત્ર દેખે તે આવલિકામાં કંઈક કમ કાળની વાત જાણે, પ્રત્યેક (૯) અંગુલ ક્ષેત્ર દેખે તે પૂરી આવલિકાને જાણે. એક હાથ દેખે તે અંતર્મુહૂર્તની વાત જાણે. એક ધનુષ્ય ક્ષેત્ર દેખે તે પ્રત્યેક (૯) મુહૂર્ત જાણે, એક કોસ ક્ષેત્ર દેખે તે એક દિવસની વાત જાણે ૨ યોજન દેખે તે પ્રત્યેક દિવસની જાણે. ૨૫ યોજન દેખે તે ૧ પક્ષમાં કંઈક ઓછાની વાત જાણે. ભરત ક્ષેત્ર પૂર્ણ દેખે તે પૂર્ણ પક્ષની વાત જાણે. જંબુદ્વીપ દેખે તે ૧ મહિનાની જાણે. અઢી દ્વીપ દેખે તે ૧ વર્ષની જાણે. ૧૫મી સુચક દ્વીપ દેખે તે પ્રત્યેક વર્ષની જાણે સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે તે અસંખ્યાતા કાળની વાત જાણે. પરમ અવધિજ્ઞાન ઊપજે તો લોકાલીક દેખે. અને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય. અલોકમાં અવધિજ્ઞાનથી દેખાવા જેવું કશું નથી. પરંતુ અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ શક્તિ બતાવી છે.
|
૨૩૪ ૩૪.
નિક્ષેપ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org