________________
(૧૨) અગમિક શ્રુત - આચારાંગાદિ કાલિક સૂત્રનું જ્ઞાન. (૧૩) અંગ પ્રવિષ્ઠ - દ્વાદશાંગ સૂત્ર.
(૧૪) અંગબાહ્ય - તેના બે ભેદ છે. (૧) આવશ્યક - સામાયિકાદિ ૬ આવશ્યક અને (૨) આવશ્યક વ્યતિરિક્ત - કાલિક ઉત્કાલિકાદિ સૂત્રો
ઉક્ત મતિ અને શ્રુતજ્ઞાનનો પરસ્પર ક્ષીરનીરની જેમ ઘનિષ્ટ સંબંધ છે. જગતનો કોઈ પણ જીવ આ બે જ્ઞાન વગરનો હોતો નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ વાળાના જ્ઞાન ને જ્ઞાન કહે છે અને મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહે છે.
ઉત્કૃષ્ટ અતિશ્રુતજ્ઞાનનો ધારક સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે તેથી તે શ્રુતકેવળી કહેવાય છે.
જાતિસ્મરણશાન તે મતિજ્ઞાનનો ચોથો પ્રકાર ધારણા તેમાં જ સમાય છે. જાતિસ્મરણજ્ઞાનથી ઉત્કૃષ્ટ ૯૦૦ ભવથી પણ વધારે સંખ્યાતા ભવ (જો સંજ્ઞી પંચેન્દ્રિયના આંતરા રહિત નવસો ભવ કર્યા હોય તો) જોઈ શકાય છે.
(૩) અવધિજ્ઞાન મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને ઇન્દ્રિયોની અપેક્ષા વિના જે જ્ઞાન વડે જાણી શકાય તે અવધિજ્ઞાન તેના ૮ પ્રકાર:
(૧) ભેદ દ્વાર: અવધિજ્ઞાન બે પ્રકારનું છે. (૧) ભવ પ્રત્યય (ઉત્પત્તિની સાથે જ પ્રગટ થાય છે તે) દેવતા, નારકીને હોય છે. અને (૨) લબ્ધિ પ્રત્યય મનુષ્ય - તિર્યંચને કરણી કરવાથી ક્ષયોપશમથી થાય છે. જેને ગુણ પ્રત્યય કહેવાય છે.
(૨) વિષય દ્વાર : અવધિજ્ઞાનથી સાતમી નરકના નારકી જઘન્ય અર્થો ગાઉ દેખે, ઉત્કૃષ્ટા એક ગાઉ દેખે; છઠ્ઠી નરકવાળા જઘન્ય – ૧ ગાઉ દેખે, ઉ.૧ીગાઉ દેખે પાંચમી જઘન્ય ૧ ગાઉ દેખે ઉત્કૃષ્ટ ૨ ગાઉ દેખે, ચોથી નરકવાળા જઘન્ય ર ગાઉ ઉત્કૃષ્ટ રા ગાઉ. ત્રીજી નરકવાળા જઘન્ય રો ગાઉ ઉત્કૃષ્ટ ૩ ગાઉ, બીજી નરકવાળા જઘન્ય ૩ ગાઉ, ઉત્કૃષ્ટ ૩ ગાઉ દેખે, પહેલી નરકવાળા જઘન્ય ૩ ગાઉ ઉત્કૃષ્ટ ૪ ગાઉ અવધિજ્ઞાનથી જાણી દેખી શકે છે. જે
અસુરકુમાર દેવો જઘન્ય ર૫ યોજન ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર
9 નારકી જીવો મહાવેદના અનુભવવાથી કે જાતિસ્મરણજ્ઞાનથી પાછલા ભવોની વાત જાણી શકે છે પણ દેખી શક્તા નથી. કારણ કે તે પરોક્ષજ્ઞાન છે.
શ્રી જૈન તત્ત્વ સાર
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org