SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ હાથથી, નેત્રાદિની ચેષ્ટાથી જ્ઞાન પ્રાપ્ત થાય તે (૩) સંજ્ઞી શ્રુત - વિચારવું, નિર્ણય કરવો, સમુચ્ચય અર્થ કરવો, વિશેષ અર્થ કરવો, અનુપ્રેક્ષા કરવી. અને નિશ્ચય કરવો આ છ બોલ સંજ્ઞી જીવોમાં હોય છે. એ છ બોલથી સૂત્રાદિ ધારણ કરે. (૪) અસંશી શ્રુત - ઉક્ત છ બોલ રહિત પૂર્વાપર નિર્ણય રહિત ભણે, ભણાવે, સાંભળે, સંભળાવે. (૫) સમ્યક્ શ્રત - અહંતપ્રણિત, ગણધર ગંથિત તથા જઘન્ય ૧૦ પૂર્વનું પૂર્ણજ્ઞાન ભણેલા હોય તેના રચેલાં. શાસ્ત્રો તે. (૬) મિથ્યા શ્રુત - પોતાની મતિ કલ્પનાથી બનાવેલા ગ્રંથો જેમાં હિંસાદિ પાંચ આશ્રવ સેવન કરવાનો ઉપદેશ હોય, જેમકે વૈદક, જ્યોતિષ, કામશાસ્ત્રો વગેરે. (૭) સાદિ શ્રુત - આદિ સહિત શ્રુતજ્ઞાન. (૮) અનાદિ શ્રુત - આદિ રહિત શ્રુતજ્ઞાન. (૯) સપર્યવસિત શ્રત - અંત સહિત શ્રુતજ્ઞાન. (૧૦) અપર્યવસિત શ્રુત - અંત રહિત શ્રુતજ્ઞાન. ૦ (૧૧) ગમિક શ્રુત - દૃષ્ટિવાદ અંગનું જ્ઞાન. (દષ્ટિવાદ અંગનો ખુલાસો પ્રથમ ખંડના ચોથા પ્રકરણમાં છે.) દસ પૂર્વથી ન્યૂન જ્ઞાનવાળાના બનાવેલા ગ્રંથો પૂર્ણ વિશ્વસનીય ન ગણાય. કારણ કે નવ પૂર્વ સુધીનું જ્ઞાન અભવ્ય જીવ પણ પ્રાપ્ત કરી શકે છે. આદિ અનાદિ, સપર્યવસિત, અપર્યવસિત શ્રુતનો ખુલાસો (૧) દ્રવ્યથી : એક જીવ અધ્યયન કરવા બેઠો. તે અધ્યયન પૂર્ણ કરશે તેનો આદિ - અંત હોવાથી એક જીવ આશ્રયી સાદિ સાંત, ઘણા જીવો ભૂતકાળમાં અનાદિકાળથી ભણ્યા છે અને ભવિષ્યમાં ભણશે. તેનો આદિ અંત ન હોવાથી અનાદિ અનંત. (૨) ક્ષેત્રથી : ભરત એરવત ક્ષેત્રમાં સમયનું પરિવર્તન હોવાથી સાદિ સાંત શ્રત હોય છે. અને મહાવિદેહમાં સદેવ સરખો કાળ હોવાથી અનાદિ અનંત શ્રત હોય છે. (૩) કાળથી : ઉત્સર્પિણી અવસર્પિણી કાળઆશ્રી સાદિ સાંત અને નોઅવસર્પિણી - નોઉત્સર્પિણી આશ્રી અનાદિ અનંત. (૪) ભાવથી પ્રત્યેક તીર્થંકરના પ્રકાશિત ભાવ આશ્રી સાદિ સાંત અને ક્ષાયોપથમિક ભાવ આશ્રી અનાદિ અનંત શ્રુતજ્ઞાન જાણવું. ૨૩ર નિક્ષેપ અધિકાર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy