SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સ્થિતિ બંધ સ્થિતિ બંધ : હવે આઠે કર્મની સ્થિતિનો કાળ કહે છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) અંતરાય એ ત્રણે કર્મની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્તની, અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. તે ત્રણે કર્મનો અબાધા કાળ | ત્રણ હજાર વર્ષનો છે. (૪) શાતા વેદનીય ક્રમની સ્થિતિ જવન્ય ૨ સમયની (ઇરિયા વહિયા ક્રિયા આશ્રયે ગણતાં) અને ઉત્કૃષ્ટ ૧૫ ક્રોડાકોડી સાગરની છે. અબાધાકાળ કરે તો જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ દોઢ હજાર વર્ષનો છે. અશાતા વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ૧ર મુહૂર્તની ૦ અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડી સાગરની છે. એનો અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનો છે. (૫) મોહનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષનો છે. (૬) આયુષ્ય કર્મની સ્થિતિ, ચારે ગતિની સ્થિતિ બતાવી છે તે પ્રમાણે જાણવી નારકી દેવતાની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની, મનુષ્ય તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩ પલ્યની અબાધાકાળ નથી. જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને ભોગવતા આયુષ્યના ત્રીજા, નવમા ર૭માં ભાગનો યાવત્ અંતિમ આયુષ્ય અંતર્મુહૂર્ત રહે તેના પણ ત્રીજા ભાગે આયુષ્યનો બંધ પડે અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને ૬ મહિનાનો સમય બાકી રહે ત્યારે આયુષ્યનો બંધ પડે. (૭) નામ અને (૮) ગોત્ર કર્મની સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્તની ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાકોડ સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. એ પ્રમાણે આઠ કર્મની સ્થિતિ બાંધે તેને સ્થિતિબંધ કહે છે. 1 7 કર્મ બાંધ્યા પછીથી તે ઉદય આવે (એટલે તેનાં ફળ ભોગવવાં પડે) ત્યાં સુધીનો કાળ તે “અબાધાકાળ' કહેવાય એટલે કર્મ બાંધવું અને ભોગવવું એ બેની વચ્ચેનો કાળ. - ૦ શ્રી પન્નવણા સૂત્રમાં એક સાગરોપમના ૭ ભાગ કરીને તેમાંના ૩ ભાગ અને એક પલ્યનો અસંખ્યાતમો ભાગ ઊણાની સ્થિતિ કહી છે તે એકેન્દ્રિય આશ્રી જાણવી. શ્રી જૈન તત્વ સાર ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy