________________
(૩) અનુભાગ બંધ
(૧) જ્ઞાનાવરણીય કર્મે આત્માનો અનંત જ્ઞાનગુણ ઢાંક્યો છે. (૨) દર્શનાવરણીય કર્મે આત્માનો અનંત દર્શન ગુણ ઢાંક્યો છે.
(૩) વેદનીય કર્મે આત્માનું અનંત અવ્યાબાધ આત્મિક સુખ રોયું છે.
(૪) મોહનીય કર્મે આત્માના ક્ષાયિક સમકિતનો તથા યથાખ્યાત ચારિત્રનો ગુણ રોક્યો છે.
(૫) આયુષ્ય કર્મે આત્માનો અક્ષય સ્થિતિનો ગુણ રોક્યો છે.
(૬) નામ કર્મે આત્માનો અમૂર્તિપણાનો ગુણ રોકયો છે.
(૭) ગોત્ર કર્મે આત્માનો અગુરુલઘુ ગુણ રોક્યો છે.
(૮) અંતરાય કર્મે આત્માની અનંત આત્મિક શક્તિનો ગુણ રોક્યો છે.
કર્મોનો રસોદય બે પ્રકારે થાય છે: અભવ્ય તથા એકેન્દ્રિયાદિ જીવોને તીવ્ર રસોદય હોવાથી તેઓ પરાધીન થઈ આત્મિક ગુણોને પ્રગટ કરવામાં અસમર્થ બનેલા છે. અને જે ભવ્ય જીવોના રસોદય મંદ પડતા જાય છે તે અકામ નિર્જરા કે સકામ નિર્જરાથી જેમ જેમ કર્મોના રસ પાતળા પાડે છે, તેમ તેમ ઉચ્ચત્વને પ્રાપ્ત થતાં થતાં સંપૂર્ણ આત્મિક ગુણોને પ્રગટ કરી શકે.
(૪) પ્રદેશ બંધ–
આઠે કર્મોના પ્રદેશ (કર્મ પુદ્ગલોનાં દલિકો) આત્મપ્રદેશની સાથે કેવા પ્રકારે સંબંધિત છે તે દર્શાવે છે.
(૧) જ્ઞાનાવરણીય કર્મ - આંખાના પાટા સમાન (૨) દર્શનાવરણીયરાજાના દ્વારપાળ સમાન (૩) વેદનીય મધુલિપ્ત તલવાર સમાન (૪) મોહનીય મદિરાપાન સમાન (૫) આયુષ્ય જેલ સમાન (૬) નામ ચિત્રકાર સમાન (૭) ગોત્ર - કુંભારના ચાકડા સમાન (૮) અંતરાય - રાજાના ભંડા૨ી સમાન કર્મ બાંધે છે.
-
એ ચારે બંધ ઉપર દૃષ્ટાંત (૧) સૂંઠ, મેથી વગેરે પદાર્થો નાખીને લાડુ બનાવ્યો. તે લાડુ વાયુ, પિત્ત વગેરેનો નાશ કરે તે તેની પ્રકૃતિ (સ્વભાવ) કહેવાય. (૨) તે લાડુ એક મહિનો, બે મહિના એમ જેટલો સમય તેને તે સ્વરૂપે
સૂત્ર ધર્મ અધિકાર
|૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org