________________
ચારગતિની સ્થિતિ - તેના ૪ પ્રકાર છે (૧-૨) નરક અને દેવતાનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષને અંતર્મુહૂર્ત અધિકનું અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમને પૂર્વ ફ્રોડનો ત્રીજો ભાગ અધિકનું (૩-૪) તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ત્રણ પલ્યને પૂર્વ કોડનો ત્રીજો ભાગ અધિક એટલું ભોગવે છે.
(૬) નામ કર્મ નામ કર્મના (૧) શુભનામ, (૨) અશુભનામ એમ ૨ ભેદ છે.
શુભનામ ચાર પ્રકારે બાંધે છે. (૧) “કાયુજુયાએ” - કાયાની સરળતા રાખે. (૨) “ભાસુજુયાએ” - ભાષાની સરળતા રાખે (૩) “ભાવુજુયાએ' - મનની સરળતા રાખે, (૪) “અવિસંવાયણાભોગેણં' - વિખવાદ ઝઘડા રહિત પ્રવર્તે.
એ શુભનામના ફળ ચૌદ પ્રકારે ભોગવે છે (૧) ઇઠ્ઠાસદા ઇષ્ટ એટલે મનોજ્ઞ શબ્દ (૨) છઠ્ઠા રૂપા મનોજ્ઞ રૂપ, (૩) “ઇઠ્ઠા ગંધા” મનોજ્ઞ ગંધ (૪) ઇઠ્ઠા-રસા” મનોજ્ઞ રસ (૫) “ઇઠ્ઠા-ફાસા' મનોજ્ઞ સ્પર્શ (૬) “ઇઠ્ઠા-ગઈ મનોજ્ઞ ચાલ, (૭) “ઇઠ્ઠા-ઠિઈ સુખકારી આયુષ્ય (૮) “ઇઠ્ઠા-લાવણે” જેના શરીરની લાવણ્યતા મનોજ્ઞ હોય ૯) “ઇઠ્ઠા-જસોકિત્તી’ મનોજ્ઞ જશ કીર્તિ (૧૦) “ઇઠ્ઠા-ઉઠ્ઠાણ કેમ્પ બલ વરિય પુરિસાકાર પરક્કમ મનોજ્ઞ એટલે ઇચ્છિત, ઉઠ્ઠાણ, કર્મ, બલ, વીર્ય પુરુષાકાર અને પરાક્રમ (કોઈ ચીજ પડી છે તે લેવાની ઇચ્છા થાય તે “ઉઠ્ઠાણ', તેને લેવા જવું તે “કર્મ' તેને ઉપાડવી તે “બલ” ઉપાડીને યોગ્ય સ્થળે શરીર પર લેવી તે “વીર્ય ઉપાડી લઈ ચાલવું તે પુરુષાકાર' અને ધારેલ સ્થળે જઈ બરોબર મૂકવી તે “પરાક્રમ” એ છે શુભ મળે (૧૧) “ઇઠ્ઠા સરયો” મધુર સ્વર જેનો સ્વર (ગાયન) સાંભળવા લોકોને ગમે (૧૨) “કંતસરયા' વલ્લભ સ્વર (૧૩) “પિય સરયા' પ્રિય સ્વર (૧૪) મણુના સરયા મનોજ્ઞ સ્વર એ ચૌદ પ્રકારે ભોગવે છે.
અશુભ નામકર્મ ચાર પ્રકારે બાંધે છે (૧) કાયાણજૂયાએ કાયાની વક્તા, (૨) ભાસાણજુયાએ ભાષાની વક્રતા કઠોર વચન, (૩) ભાવાણુજુયાએ મનની વક્રતા મનની મલિનતા (૪) વિસંવાયણા જોગેણે કદાગ્રહ કરે. એ ચાર પ્રકારે બાંધે છે.
શ્રી જૈન તત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org