________________
ચારિત્ર મોહનીય. એમ છ પ્રકારે મોહનીય કર્મ બંધાય છે,
તેનાં ફળ પાંચ પ્રકારે ભોગવે છે. (૧) સમ્યક્ત્વ મોહનીય, (૨) મિથ્યાત્વ મોહનીય, (૩) મિશ્ર મોહનીય, (૪)ન્કષાય મોહનીય - ક્રોધાદિ ચાર કષાયવંત અગર અનંતાનુબંધી વગેરે સોળ કષાયવંત થાય, (૫) નોકષાય મોહનીય - હાસ્ય વગેરે નવ નોકષાયવંત થાય.
એ પ્રમાણે પાંચ પ્રકારે અથવા વિસ્તાર કરીએ તો ૩ દર્શન મોહનીય ૧૬ કષાય મોહનીય અને ૯ નોકષાય ચારિત્ર મોહનીય એમ કુલ ૨૮ પ્રકારે મોહનીય કર્મનાં ફળ ભોગવે છે.
(૫) આયુષ્ય કર્મ : આયુષ્ય કર્મ કુલ ૧૬ પ્રકારે બાંધે છે.
તેમાં નારકીનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે (૧) મહાઆરંભયાએ - છએ કાયના જીવોની જેમાં સદા હિંસા થયા કરે તેવાં કામ કરવાથી, (૨) મહાપરિગૃહિયાએ - મહાલોભી અથવા મોટા પાયા પર પરિગ્રહનો સંગ્રહ રાખે, (૩) કુણિમાહારેણું - મદ્યમાંસનો આહા૨ ક૨વાથી, (૪) પંચિંદિય વહેણું - પંચેન્દ્રિય જીવોની ઘાત ક૨વાથી.
તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે (૧) માઈલયાએ - કપટ સહિત જૂઠ્ઠું બોલે, (૨) નિયડિલયાએ - નિબીડ (મહા) દગાબાજ હોય, (૩) અલિયવયણેણં - જૂઠ્ઠું બોલે, (૪) કુડતોલે કૂડમાણે - ખોટાં તોલને ખોટાં માપ રાખે.
મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે (૧) પગઇભયાએ – સ્વભાવથી જ નિષ્કપટી, (૨) પગઇ વિણિયાએ - સ્વભાવથી જ વિનીત, (૩) સાળુકોસયાએ સરળ અથવા દયાળુ, (૪) અમચ્છુરિયાએ - ઇર્ષા રહિત.
દેવતાનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે (૧) સરાગ સંજમેણું - સંજમ પાળે પણ શરીર તથા શિષ્ય વગેરે પર મમત્વભાવ રાખે, (૨) સંજમા સંજમેણ - શ્રાવકનાં વ્રત પાળે, (૩) બાલતવોકમ્મેણું - જ્ઞાન રહિત તપ કરે, (૪) અકામ નિજ્જરાએ - પરવશ પણે દુઃખ સહે પરંતુ સમભાવ રાખે.
એ રીતે ચાર ગતિનું આયુષ્ય ૧૬ પ્રકારે બાંધે છે અને તેનાં ફળ તે તે ગતિનાં આયુષ્યરૂપે ભોગવે છે.
|૨૧૬
Jain Education International
સૂત્ર ધર્મ અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org