SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિ પર અનુકંપા લાવે, (૩) જીવાણુ કંપયાએ – પંચેન્દ્રિય જીવોની દયા લાવે, (૪) સત્તાણુ કંપયાએ – પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની દયા પાળે, (૫) બહુર્ણ પાણાણે ભૂયાણ જીવાણું સતાણે અદુઃખણીયાએ – ઘણાં પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વને દુઃખ ન દે, (૬) અસોયણાએ - શોક ન ઉપજાવે, (૭) અઝુરણયાએ - ઝરણા (ત્રાસ) ન કરાવે, (૮) અટિપ્પણયાએ – રુદન ન કરાવે, (૯) અપિટ્ટણયાએ - મારે નહિ (૧૦) અપરિતાવણયાએ – પરિતાપ ન ઉપજાવે. એ દસ પ્રકારે બાંધેલા શાતા વેદનીય કર્મના શુભ ફળ આઠ પ્રકારે ભોગવે છે (૧) મણુન્ના સદા - મન પસંદ શબ્દ રાગ રાગિણી સાંભળે, (૨) મસુત્રાપુવા - મન પસંદ રૂપ સ્ત્રી, નાટક વગેરે જુએ, (૩) મસુત્રા ગંધા - મનપસંદ ગંધ અત્તરાદિ સૂંઘ, (૪) મણુન્ના રસા - મનપસંદ રસ મીઠાઈ, મેવા વગેરે ભોજન મળે, (પ) મણુન્ના ફાસા – મનપસંદ સ્પર્શ એટલે શય્યા, આસન વગેરે મળે, (૬) મનસુહ્યા - મન આનંદમાં રહે, (૭) વચન સુહ્યા - વચન મધુર હોય, (૮) કાય સુહ્યા - કાયા નીરોગી અને સ્વરૂપવાન હોય. અશાતા વેદનીય કર્મ બાર પ્રકારે બાંધે છે. ૬ (૧) પાણી, ભૂત જીવ સત્ત્વને દુઃખ આપે, (૨) શોક કરાવે, (૩) ઝરણ કરાવે, (૪) રુદન કરાવે, (૫) મારે, (૬) પરિતાપ ઉપજાવે એ જ રીતે સામાન્યપણે કરે અને છ રીતે વિશેષપણે કરે એમ બાર રીતે અશાતા વેદનીય કર્મ બાંધે છે. તેનાં અશુભફળ આઠ પ્રકારે ભોગવે છે. (૧) અમપુત્રા સદા, (૨) અમણુન્ના રૂવા, (૩) અમપુત્રા ગંધા, (૪) અમણુન્ના રસા, (૫) અમણુન્ના ફાસા, (૬) મણ દુહયા – મન ઉદાસ રહે, (૭) વચન દુહયા - વચન કઠોર હોય, (૮) કાય દુદયા - કાયા રોગીને કુરૂપ હોય એ આઠ પ્રકાર શાતા વેદનીયથી બરોબર ઊલટા ગણવા. (૪) મોહનીય કર્મ કર્મ છ પ્રકારે બાંધે છે. (૧) તીવ્ર ક્રોધ, (૨) તીવ્ર માન (૩) તીવ્ર માયા (૪) તીવ્ર લોભ (પ) તીવ્ર દર્શન મોહનીય (૬) તીવ્ર % કોઈ બાર પ્રકાર આ પ્રકારે ગણે છે : (૧) પર દુઃખણયાએ, (૨) પરસોયણયાએ, (૩) પરગુરણયાએ, (૪) પરટિપ્પણયાએ, (૫) પરપિટણયાએ, (૬) પપરિયાવણયાએ, (૭) બહુર્ણ પાણાણે ભૂયાણ જીવાણું સત્તાણું દુઃખણયાએ, (૮) સોયણયાએ, (૯) સુરણયાએ, (૧૦) ટિપ્પણયાએ, (૧૧) પિટ્ટણયાએ, (૧૨) પરિતાવણિયાએ. શ્રી જૈન તત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy