________________
તેના ફળ ચૌદ પ્રકારે ભોગવે છે. (૧) “અઢિા સદા', (૨) “અણિઢારૂવા', (૩) “અઢિા ગધ', (૪) “અણિઢા રસા' (૫) “અણિઢા ફાસા', (૬) “અણિટ્ટા ગઈ', (૭) “અણિઢા ઠિઈ', (૮) “અણિટ્ટા લાવણે', (૯) “અણિટ્ટા જશોકત્તિ', (૧૦) “અણિઢા ઉઢાણ કમ્પબલ વીર્ય પુરિસાકાર પરક્કમે' (૧૧) “હીણ સરયા” હલકા વચન, (૧૨) “દીણ સરયા' દીન વચન, (૧૩) “અણિટ્ટા સરયા' કઠોર વચન, (૧૪) “અનંત સરયા અપ્રિય શબ્દ એ પ્રમાણે ૧૪ રીતે ભોગવે છે.
નામ કર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિ થાય છે ૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ શરીરના અંગોપાંગ a , ૫ શરીરના બંધન , ૫ શરીરના સંઘાતન , ૬ સંઠ્ઠાણ, ૬ સંઘયણ, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ ૪ આનુપૂર્વી - (ચાર ગતિની), ૨ વિદાયગતિ (શુભ વિહાયગતિ તે ગંધહસ્તી તથા રાજહંસ જેવી ચાલ અને અશુભ વિહાયગતિ તે ઊંટ જેવી ચાલ) એ પ્રમાણે ૬પ પિંડ પ્રકૃતિ થઈ, (૬૬) પરાઘાત નામ = પોતાના શરીરથી સર્પની પેઠે બીજાની ઘાત થાય, (૬૭) ઉચ્છવાસ નામ, (૬૮) અગુરુલઘુનામ = લોઢાના ગોળા જેવું શરીર છતાં ફૂલ જેવું લાગે, (૬૯) આતાપ નામ = સૂર્યની પેઠે તેજસ્વી, (૭૦) ઉદ્યોતનામ = ચંદ્રની પેઠે શીતળ, (૭૧) ઉપઘાત નામ = પોતાના શરીરથી રોઝની પેઠે પોતે જ મરે, (૭) તીર્થકર નામ, (૭૩) નિર્માણ નામ, (૭૪) ત્રસનામ (૭૫) બાદરનામ, (૭૬) પ્રત્યેકનામ, (૭૭) પર્યાપ્તનામ, (૭૮) સ્થિરનામ, (૭૯) શુભનામ, (૮૦) સૌભાગ્ય નામ, (૮૧) સુસ્વરનામ, (૮૨) આદેય નામ, (૮૩) જશોકર્તિનામ, (૮૪) સ્થાવર નામ, (૮૫) સૂક્ષ્મનામ, (૮૬) સાધારણનામ, (૮૭) અપર્યાપ્ત નામ, (૮૮) અશુભ નામ, (૮૯) અસ્થિર નામ, (૯૦) દુર્ભાગ્ય નામ, (૯૧) દુસ્વર નામ, (૯૨) અનાદેય નામ, (૯૩) અજશોકીર્તિ નામ એ ૯૩ પ્રકૃતિ નામ કર્મની થાય છે.
|| અંગ ૮ છે (૧) મસ્તક (ર) છાતી (૩) પેટ (૪) પીઠ (પ-૬) બે હાથ (૭-૮) બે જાંઘ. આંગળીઓ વગેરે ઉપાંગ કહેવાય છે. અને નખ વગેરે અંગોપાંગ કહેવાય છે.
જ શરીરને ગ્રહણ કરવા યોગ્ય પગલોને ગ્રહણ કરી એકત્ર કરે તે સંઘાતન અને બાંધીને સ્થિર કરે તે બંધન કહેવાય છે.
- જે કર્મ જીવને બીજા ભવમાં લઈ જાય તે આનુપૂર્વી કહેવાય
|
૨૧૮
સૂત્ર ધર્મ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org