SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર પદને પ્રાપ્ત કરનારો આત્મા મનુષ્યલોકના ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં આર્યદેશમાં ઉત્તમ નિર્મળ કુળમાં (૧) મતિ (૨) શ્રત અને (૩) અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને દેવગતિ કે નરકગતિમાંથી ચ્યવન કરીને માતાની કુક્ષિએ ઉત્પન્ન થાય છે. ત્યારે માતા ઉત્તમ એવા ૧૪ સ્વપ્ન જુએ છે. સુંદર દોહા (વિચાર) ઉત્પન્ન થાય છે. સવા નવ મહિના પૂર્ણ થતાં, ઉત્તમ યોગ હોય ત્યારે પ્રભુ જન્મ ધારણ કરે છે. તે સમયે ૬૪ ઇન્દ્રાદિ દેવો પ૬ દિકુ કુમારિકા દેવીઓ a પ્રભુને મેરુપર્વતના પંડગ વનમાં લઈ જઈને ધામધૂમથી જન્મ મહોત્સવ ઉજવે છે. આ રિવાજ ઇન્દ્રોમાં પરંપરાથી ચાલ્યો આવે છે. પછી તીર્થકરના પિતા જન્મ-મહોત્સવ કરી ઉત્તમ નામકરણ સંસ્કાર કરે છે. તે તીર્થકર બાલક્રીડા કરી યૌવનાવસ્થાને પ્રાપ્ત કર્યા બાદ અને દીક્ષા ધારણ કર્યા પહેલા નિત્ય પ્રતિદિન એક કરોડ આઠ લાખ સોનામહોરો એટલે કે એક વર્ષમાં ૩ અબજ અને ૮૮ કરોડ સોનામહોરનું દાન દે છે. ત્યાર બાદ નવ લોકાંતિક દેવો દેવલોકથી આવીને પ્રભુજીને વિનંતિ કરે છે. હે પ્રભુ! આપ ધર્મ પ્રવર્તન કરો! વિનંતિ અને નિમિત્ત મળતાં પ્રભુ આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે. અને તરત જ ચોથા નંબરના મનઃ પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પૂર્વ કર્મ સત્તામાં હોય તો દેવ, દાનવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી અનેક પ્રકારના ઉપસર્ગો પ્રાપ્ત થાય છે. તે ક ૧૪ સ્વપ્નોના નામ (૧) ઐરાવત હાથી (૨) ધોરી બળદ (૩) શાર્દૂલસિંહ (૪) લક્ષ્મીદેવી, (૫) પુષ્પની બે માળા (૬) પૂર્ણ ચંદ્રમાં (૭) સૂર્ય (૮) ઇન્દ્રધ્વજા (૯) પૂર્ણ કળશ (૧૦) પદ્મ સરોવર (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨) દેવ વિમાન (૧૩) રત્નોનો ઢગલો અને (૧૪) નિધૂમ અગ્નિ જ્વાલા. નરકથી આવનાર તીર્થકરની માતા ૧૨માં સ્વપ્નમાં દેવવિમાનને સ્થાને ભવનપતિ દેવનું ભવન જુએ છે. છે (૧) અવતરવું એ વ્યવન કલ્યાણક (૨) જન્મ તે જન્મ કલ્યાણક (૩) દીક્ષા તે દીક્ષા કલ્યાણક (૪) કેવળજ્ઞાનની પ્રાપ્તિ તે જ્ઞાન કલ્યાણક અને (૫) નિર્વાણ તે મોક્ષ કલ્યાણક કહે છે. - a ૫૬ દિકુ કુમારીકાનાં નામી- પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. સા. લિખિત “સ્થાનાંગ” સૂત્ર ભાગ-૫, પાના ૧૭રમાં આપેલ છે. શ્રી જૈન તત્વ સાર સાર [૩ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy