SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ તેના બે ભેદ છે. (૧) સ્વહસ્ત - પોતાને હાથે જીવોને મારે, શિકાર ખેલે વગેરે (૨) ૫૨હસ્ત - બીજાની પાસે જીવોને મરાવે. શિકારી કૂતરા, ચિત્તાવગેરે જનાવ૨ને છૂટાં મૂકી જીવોની ઘાત કરાવે અગર મારનારને ‘માર, માર, માર' શું જોઈ રહયો છે ? ! વગેરે શબ્દોથી શાબાશી દે, ઇનામ પણ દે. (૬) આરંભિકી ક્રિયા ઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાં ચાલતાં પ્રાણી છ કાયની હિંસાનો ત્યાગ નથી કર્યો ત્યાં લગી એમનો જેટલો આરંભ આ જગતમાં થઈ રહ્યો છે તે સર્વ પાપની ક્રિયા લાગે છે. તેના બે ભેદ છે : (૧) જીવોનો આરંભ થઈ રહ્યો હોય તેની, (૨) અજીવ (નિર્જીવ વસ્તુ)નો આરંભ થાય તેવી. (૭) પારિગ્રહિકી ક્રિયા - ધન, ધાન્ય, દુપદ, ચતુષ્પદ વગેરે પરિગ્રહ રાખવાનો ત્યાગ ન હોય તો આખા લોકમાં જેટલા પરિગ્રહ તેની ક્રિયા તેને લાગે છે. તેના બે ભેદ છે. (૧) ‘જીવપારિગ્રહિકી ક્રિયા' - દાસ-દાસી-પશુ-પક્ષી અનાજ વગેરેની મમતા કરવાથી હંમેશાં લાગે, (૨) ‘અજીવ પારિગ્રહિકી ક્રિયા’ - વસ્ત્ર, પાત્ર, ભૂષણ, ધન, મકાન વગેરેની મમતા ક૨વાથી હંમેશા ક્રિયા આવે છે તે. ત્યાગ ન કર્યો હોય તે વસ્તુની ક્રિયા લાગે તેમ જ દ્રવ્યથી ત્યાગેલી વસ્તુ પર મમત્વ કરવાથી પણ ક્રિયા લાગે. સંયમ નિભાવવા માટે જે વસ્તુની જરૂ૨ છે તેના પર મમત્વ કરવાથી ક્રિયા લાગે. (૮) માયા પ્રત્યયા ક્રિયા ઃ કપટ કરવાથી ક્રિયા લાગે છે તે. તેના બે ભેદ છે. (૧) આત્મભાવ વક્રતા પોતે પોતાના આત્માને જ છેતરે, માયા યુક્ત વિચાર કરે, દગાબાજી કરે, જગતમાં ઉત્તમ ધર્માત્મા કહેવરાવે અને અંદર તદ્દન શ્રધ્ધારહિત હોય, વેપાર વગેરે અનેક કામોમાં કપટ કરે. (૨) ‘પરભાવ વક્રતા’ - ખોટાં તોલા-માપ રાખવાં, વસ્તુમાં ભેળસેળ કરવી, વગેરે અનેક રીતે ભોળા જીવોને ઠગવાની કળા બીજાને શીખવે તથા ઇન્દ્રજાળ, મંત્ર શાસ્ત્ર વગેરે શાસ્ત્રો બીજાને ભણાવે તે. (૯) અપ્રત્યાખ્યાન પ્રત્યયી ક્રિયા : ઉપભોગ (એક વાર ભોગવી શકાય સૂત્ર ધર્મ અધિકાર ૨૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy