________________
ચાલવાની ગતિ, (૬૮) ઉપઘાત નામ કર્મ (પોતાના શરીરના અંગો પોતાને વાગે), (૬૯) અશુભ વર્ણ, (૭૦) અશુભગંધ, (૭૧) અશુભ રસ, (૭૨) અશુભ સ્પર્શ, (૭૩) ઋષભનારા સંઘયણ, (૭૪) નારા સંઘયણ, (૭૫) અર્ધ નારા સંઘયણ, (૭૬) કિલક સંઘયણ, (૭૭) છેવટું સંઘયણ, (૭૮) ન્યગ્રોધ પરિમંડળ સંઠાણ, (૭૯) સાદિ સંઠાણ(૮૦) વામન સંઠાણ, (૮૧) કુન્જ સંઠાણ, (૮૨) હુંડ સંઠાણ.
એ ૮૨ પ્રકારથી પાપના ફળ ભોગવવા પડે છે. એ પાપ હેય એટલે છોડવા યોગ્ય છે.
I(૫) આશ્રવ તત્ત્વો આશ્રવનાં દ્વાર : આશ્રવ એટલે પાપ આવવાનાં નાળા ૨૦ છે. (૧) મિથ્યાત્વ આશ્રવ (કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રધ્ધા તથા પચ્ચીસ પ્રકારનાં મિથ્યાત્વનું સેવન), (૨) અવ્રત આશ્રવ (પાંચ ઇન્દ્રિયો, મન એ છ મોકળા રાખે અને છ કાયના જીવોની હિંસા એમ બાર પ્રકારે અવ્રત લાગે છે કે, (૩) પ્રમાદ આશ્રવ (મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા), (૪) કષાય (૧૬ કષાય અને ૯ નો કષાય મળી ૨૫ છે), (૫) અશુભયોગ (મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ), (૬) પ્રાણાતિપાત, (૭) મૃષાવાદ, (૮) અદત્તાદાન, (૯) મૈથુન, (૧૦) પરિગ્રહ (૧૧ થી ૧૫) શ્રોતેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયોને અશુભ કામમાં લગાવે (૧૬ થી ૧૮) મન, વચન અને કાયાના યોગને અશુભ કામમાં પ્રવર્તાવે (૧૯) ભંડ ઉપકરણ એટલે વસ્ત્ર, પાત્ર વગેરે જતના રહિત લે તે (૨૦) સુઈ કુસગ્ન કરે (સોય અને તૃણમાત્ર જેવી વસ્તુ પણ અજતનાથી લે અને રાખે)
આશ્રવ દ્વારના વિશેષે ૪૨ ભેદ છે :- (૧) મિથ્યાત્વ, (૨) અવ્રત, (૩) પ્રમાદ, (૪) કષાય, (૫) અશુભયોગ, (૬) પ્રાણાતિપાત, (૭) મૃષાવાદ, (૮) અદત્તાદાન, (૯) મૈથુન, (૧૦) પરિગ્રહ, (૧૧) ક્રોધ, (૧૨) માન, (૧૩) માયા, (૧૪) લોભ, (૧૫) અશુભ મનયોગ, (૧૬) અશુભ વચનયોગ, (૧૭) અશુભ કાયયોગ (એ ૧૭ અને રપ ક્રિયા એમ કુલ ૪ર ભેદ થયા).
શ્રી જૈન તત્ત્વ સાર
૨૦૧
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org